તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઈન ફ્લૂના વધુ 8 કેસ પોઝિટિવ, કુલ 116 થયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે શહેરમાં સ્વાઈન ફ્લૂના વધુ 7 કેસો પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે જિલ્લામાં વધુ 1 કેસ પોઝિટિવ સામે આવ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 116 થઈ છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 3ના મોત થયાં છે.

ઘોડદોડરોડ કરીમાબાદમાં રહેતી 55 વર્ષીય મહિલા, રૂસ્તમપુરામાં રહેતી 33 વર્ષીય મહિલા, મોટા વરાછામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ, વરાછામાં રહેતા 55 વર્ષીય આધેડ,યોગીચોકમાં રહેતી 48 વર્ષીય મહિલા, ઉતરાણમાં રહેતા 92 વર્ષીય વૃદ્ધ અને ઉધનામાં રહેતા 37 વર્ષીય યુવકને સ્વાઈન ફ્લૂના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કામરેજમાં રહેતા આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં આ સિઝનમાં કેસોની કુલ સંખ્યા 16 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો