તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

350થી વધુ પ્રોજેક્ટ અન્ડર કન્સ્ટ્રક્શન, બિલ્ડર્સને મળવાપાત્ર ક્રેડિટ હવે નહીં મળે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારે મળેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં રીયલ એસ્ટેટ સેક્ટર પર લાગતાં જીએસટી દરમાં મોટા પાયે ફેરફાર કરાયો છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર હવે 5 ટકા જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર 1 ટકા જીએસટી લાગશે. જોકે, જીએસટી દરમાં થયેલા ફેરફારથી બિલ્ડર વર્ગને નહીંવત લાભ થશે, પરંતુ શહેરની મંદ પડી ગયેલા રીયલ એસ્ટેટની ગાડીને વેગ મળશે.

જીએસટી કાઉન્સિલની 33મી મીટિંગ મળી હતી. લાંબા સમયથી રીયલ એસ્ટેટ પર જીએસટીના દરમાં ફેરફાર કરવાની ચર્ચા શરૂ હતી. રવિવારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી ચૂકવવાની તથા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર 1 ટકા જીએસટી ચૂકવવા અંગે સૂચન કરાયું છે. જેનું નોટિફિકેશન થોડા દિવસમાં જાહેર કરાશે. શહેરના બિલ્ડર વર્ગમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે જીએસટીના દરમાં ફેરફાર તો કરાયા છે, આ જીએસટીના દર સામે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ રીફંડનો લાભ મળતો હતો. તે હવે મળતો બંધ થઈ જશે. ક્રેડાઈ પ્રેસિડન્ટ જસમત વીડિયાએ કહ્યું કે, શહેરમાં 350થી વધુ પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે. આ અંડર કન્સ્ટ્રક્ટેડ પ્રોજેક્ટમાં અફોર્ડેબલ હાઉસિંગ સહિત કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પહેલાં 12 ટકા જીએસટી સામે 10 ટકા રીફંડ મળતું હતું. હવે 5 ટકા જીએસટી થઈ જવાથી રીફંડ મળશે નહીં.રીયલ એસ્ટેટ સેગ્મેન્ટને બુસ્ટ મળશે. જોકે બીયુસી સર્ટિફિકેટ લઈ લીધા પછી જીએસટી બાદ મળતું નથી.

રીયલ એસ્ટેટ સેક્ટરમાં 4 માસનું વેકેશન પડી ગયું
સીએ ડેનીશ ચોક્સીએ કહ્યું કે, પહેલાં તો અફોર્ડેબલ હાઉસિંગ માટે મેટ્રો સિટીમાં 60 સ્કે.મી. (કાર્પેટ એરિયા), નોન મેટ્રો સિટીમાં 90 સ્કે.મી. પર 45 લાખ સુધી 1 ટકા જીએસટી લાગુ કરાઈ છે તે યોગ્ય નથી. દરેક શહેર પ્રમાણે ભાવ અલગ હોય રકમ મર્યાદા અલગ હોવી જોઈતી હતી. જેમ કે, મેટ્રો માટે 75 લાખ સુધી હોવી જોઈએ. એવું થયું નથી. આ સિવાયનાં મકાનો માટે 12 ટકાથી ઘટાડી જીએસટી 5 ટકા કરાઈ છે. જોકે, સૌથી મોટી તકલીફ એ છે કે નવા દરો 1 એપ્રિલ 2019થી લાગુ પડશે. જેથી 25 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી રીયલ એસ્ટેટના સોદા ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્વાભાવિકપણે ગ્રાહકો 12ના બદલે 5% જ દર ચૂકવવાનું પસંદ કરશે. 1લી એપ્રિલ બાદ જ રીયલ એસ્ટેટમાં સોદા થશે. એક રીતે રીયલ એસ્ટેટમાં 1 માસનું વેકેશન પડી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો