તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ભય છતાં નફ્ફટ 10થી વધુ જીમ પાલિકાએ બંધ કરાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડી રાત્રે એરપોર્ટ પર યાત્રીઓની તપાસ

12: 10 AM

_photocaption_યાત્રીઓને પાલિકા અધિકારીઓએ કડક શબ્દોમાં સૂચના આપતા કહ્યુ હતું કે ‘14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળતાં. અમને જાણ થશે તો પોલીસ મારફતે પકડીને કોરોન્ટાઇન વોર્ડમાં દાખલ કરીશું’*photocaption*

સુરત | કોરોના વાયરસ પ્રસરવાની ભીતિને પગલે સુરત મહાનગર પાલિકાએ સ્વિમિંગ પૂલ અને જીમને 31મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પરંતુ જીમના સંચાલકો આ આદેશને ધોળીને પી ગયા છે. આજે પણ શહેરના ઘણા વિસ્તારોમાં જીમ ધમધમતા જોવા મળ્યા હતા. કોરોનાને લઇ તંત્ર એલર્ટ છે અને તકેદારી અને સાવચેતીના પગલા લઇ રહી છે ત્યાં જીમના સંચાલકોને જાણે કોઇ પડી જ નથી! બુધવારે અડાજણ, રાંદેર, પીપલોદ, વેસુ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોના જીમ ચાલુ હતા. જેથી પાલિકાના અધિકારીઓ જીમ બંધ કરાવવા નિકળ્યા હતા. અઠવાલાઇન્સ સ્થિત ટેનિસ ક્લબનું જીમ બંધ કરાવાયું હતું. અડાજણ અને રાંદેર વિસ્તારના મસલ માઇન્ડ, એઆર ફીટનેશ, જે.એસ. ફીટનેશ સહિતના 10 જીમો શરૂ હોવાથી પાલિકા બંધ કરાવ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...