તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીક્ષા ગ્રહણ કરનારી મોક્ષાલીનું સન્માન કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સીએ સુધીનો અભ્યાસ કર્યા બાદ સંસાર સાગરની સફર કરવાના બદલે સંયમનો માર્ગ પસંદ કરનારી મોક્ષાલી આગામી તા. ત્રીજી માર્ચે દીક્ષા ગ્રહણ કરશે. એ પૂર્વે આવતી કાલે રવિવારે આદેશ્વર આવાસના લોકો દ્વારા દીક્ષાર્થીનું સન્માન કરવામાં આવશે. અઠવા લાઇન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અને ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ દીક્ષા મહોત્સવમાં તા. 1-3-19ના રોજ વરસીદાનનો વરઘોડો નીકળશે. તા. બીજી માર્ચે સ્નાત્ર મહોત્સવ ઉજવાશે અને ત્રીજ માર્ચે આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા મહોત્સવ સંપન્ન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો