તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 ગણી વીજળી ઉત્પન્ન કરતી સોલર પેનલનું મોડલ બનાવ્યું, રશિયાની યુનિવર્સિટીમાં મળ્યું એડમિશન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

achievement

સિટી રિપોર્ટર . સુરત

એસવીએનઆઇટી કોલેજમાં મેકેનિકલ એન્જીયરીંગનો અભ્યાસ કરતાં અંકુલ પ્રજાપતિએ અત્યાર સુધીમાં આઠ રિસર્ચ કર્યા છે. જેમાંથી ત્રણ રિસર્ચ રશિયન ગ્લોબલ યુનિવર્સિટી, ઓલિમ્પિયાડમાં સિલેક્ટ થયા છે. માર્કેટમાં જે સોલર પેનલ છે જેનાથી ત્રણ ધણી વધારે સમક્ષતા ધરાવતા સોલાર પેનલનું મોડલ તૈયાર કર્યું છે. બીજા રિસર્ચમાં ઇસરોમાં કરવામાં આવેલા રોકેટ એન્જીન ડેવલોપમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનના મોડલ અને ડિઝાઇન તૈયાર કરી છે અને સામાન્ય કોમ્ય્યુટર કરતાં 1 હજાર ગણી વધારે ઝડપે કામ કરી શકે તેવા મોડલ તૈયાર કર્યા છે. આ ત્રણ રિર્સચના આધારે એસવીએનઆઇટીના અંકુલ પ્રજાપતિએ રસિયન ગ્લોબલ યુનિવર્સિટી ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો, જેમાંથી એમની રિસર્ચ કોલેજમાં ભણવા માટે પસંદગી થઈ છે. ઓલિમ્પિયાડ માટે વિશ્વની અલગ અલગ યુનિવર્સિટીના 1 લાખ વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યુ હતું, જેમાં માત્ર 15 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે.


અંકુલ પ્રજાપતિએ હાલ જે કોમ્પ્યુટર છે તેનાથી 1 હજાર ગણી વધારે સ્પીડથી કામ કરતું કોમ્પ્યુટરનું મોડલ તૈયાર કર્યું છે. કવોન્ટમ કોમ્પ્યુટરમાં ક્યુબીટનો ઉપયોગ કરી કોમ્પ્યુટરની સ્પીડ વધારી છે. સ્પીડ વધારવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર સંશોધન કરીને ડિઝાઇન તૈયાર કરી છે. આ રીસર્ચ કરતા અંકુલને 1 વર્ષનો સમય લાગ્યો હતો.

સામાન્ય કોમ્પ્યુટરથી હજાર ગણી વધું સ્પીડથી કામ કરતું કોમ્પ્યુટર

સોલર સેલમાં વધારે ક્ષમતા ધરાવતું મોડલ તૈયાર કર્યું છે. તેને તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો હતો. માર્કેટમાં જે સોલાર પેનલ મળે છે તેનાથી વધુ ક્ષમતાવાળા સોલાર સેલનું મોડલ અને ડિઝાઇન પર રિ કરી તૈયાર કર્યુ છે. જેને તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો હતો. જો આ મોડલમાં ક્વોન્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો વિજળીની ક્ષમતા ત્રણ ગણી વધી જાય છે. માર્કેટમાં જે સોલાર પેનલ મળે છે તેમાંથી 16 કિલોવોટ ઇલેક્ટ્રીકસિટી મળે છે.જો તેમાં કવોન્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો એ સોલાર પેનલ 30 કિલો વોટ સુધી િવજળી ઉત્પન્ન કરી શકે છે.


સોલર પેનલનું મોડલ તૈયાર કરતાં 6 મહિનાનો સમય લાગ્યો હતો

ઈસરોના પ્રોજેક્ટમાં અંકુલે રોકેટ એન્જીન મોડલ તૈયાર કર્યુ હતું. ભારત ચોથો એવો દેશ છે જે રોકેટ એન્જીન બનાવે છે. રોકેટ એન્જીનના મોડલમાં મશીનના અલગ-અલગ પાર્ટની ડિઝાઇન રિચર્સ કરીને તૈયાર કરવામાં આવી છે. રોકેટ એન્જીનને ડેવલપ કરવા માટે જે સાધનનો ઉપયોગ થયો છે તેના મોડલ તૈયાર કર્યા હતા. તેમજ ઓછા તાપમાનમાં રોકેટ એન્જીનમાં કયાં સાધન ઉપયોગમાં લઇ શકાય એના પર પણ રીસર્ચ કર્યું છે. આ બધુ રીસર્ચ કરી મોડેલ બનાવતા 5 મહિનાનો સમય લાગ્યો હતો.


ઇસરોના પ્રોજેકટમાં કામ કર્યુ છે

SVNIT મિકેનિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ રિસર્ચ કરવા માટે કોલેજમાં બોસ.એક્સ સંશોધન ગ્રુપની સ્થાપના કરી હતી. શરૂઆતમાં 4 વિદ્યાર્થીઓથી સંસ્થાની સ્થાપના કરી હતી.હમણાં 25 વિદ્યાર્થીઓ સંસ્થામાં જોડાય સંશોધન કરી રહ્યા છે. હમણાં સુધી 15 વિષયો પર સંશોધન કરી ચુક્યા છે.

રિસર્ચ કરવા વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં બોસ.એક્સ સંશોધન ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો