તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાજપોર જેલમાં આરોપી પાસેથી મોબાઈલ પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતની હાઇટેક ટેકનોલોજી જેલ ગણાતી સચીનની લાજપોર મધ્યસ્થ જેલમાંથી વધુ એકવાર મોબાઇલ મળવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરેલા આરોપી આશીફખાન ફરીદખાન પઠાણ પાસેથી મોબાઇલ મળ્યો હતો. આશીફખાન યાર્ડ નં-બી-5ની બેરેક નંબર-3માં હતો. જેલરે 12મી તારીખે સાંજે ચેકિંગ કરી ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઇલ મળ્યો હતો. મોબાઇલ બાબતે તેણે જેલમાંથી છુટેલો કેદી આપી ગયો હોવાની કેફિયત જણાવી હતી. જેલરે આરોપી આશીફખાન પાસેથી મોબાઇલફોન અને સીમકાર્ડ કબજે કરી તેના વિરુધ્ધ સચીન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જે બેરેકમાંથી મોબાઇલ મળ્યો તે બેરેકમાં પાસાના આરોપીઓ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો