મોબાઇલ એસેસરીઝના ભાવો વધ્યા, કમ્પ્યુટર સ્થિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર સુરતની ટેક્સટાઈલ કે ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝ સાથે મોબાઈલ ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટને પણ થઈ છે. મોબાઇલ એસેસરીઝ ચીનથી આવતી હોવાથીં તેની કિંમતમાં 25 ટકાનો વધારો થયો છે. મોબાઈલ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના દરમાં વધારો નોંધાયો નથી.

ઓનલાઈન વેપારને પણ અસર

આઈટી સેક્ટર સાતે સંકળાયેલા આસિફ મંસૂરી જણાવે છે કે, ચાઈના સાથેનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર બંધ થઈ ગયો છે. ઓનલાઈન વેચાણમાં અસર થઈ છે. ઓનલાઈન મુકાતી મોટા ભાગની પ્રોડક્ટમાં ચાઈનીઝ વસ્તુની મોનોપોલી છે. કોરોનાની અસરના કારણે આઈટી એક્સ્પો જે થવાનો હતો તે પણ પોસ્ટપોન થવાની સંભાવના છે.

કેમેરાના દરમાં રોજીંદો ફેરફાર

સાઉથ ગુજરાત ઈન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશનના પ્રમુખ દર્શન શાહ જણાવે છે કે, હાલ અઠવાડિયા સુધી કેમેરા કે આઈટી પ્રોડક્ટના દર વધે તેવી શક્યતાં ઓછી છે. પરંતુ જો સ્ટોક ઘટે તો પાર્ટસ અને ફિનિશ્ડ ગુડ્સના રેટ વધશે. મોટાભાગે કેમેરા ચાઈનાથી જ આવે છે જેના કારણે કેમેરાના દર સોના અને પેટ્રોલની જેમ રોજ બદલાય છે.

કોરોના વાઇરસ ઇફેક્ટ ટેક્સટાઇલ-ડાયમંડની સાથે મોબાઇલ-ઈલેક્ટ્રોનિક્સમાં પણ વર્તાઇ

એસેસરીઝમાં 25 ટકાનો વધારો

સુરત મોબાઈલ રિટેઈલર એસોસિએશનના પ્રમુખ વિનિત અગ્રવાલ જણાવે છે કે, મોટા ભાગે મોબાઈલ ઈન્ડિયામાં બનતા થઈ ગયા છે પરંતુ અંદરની આઈવેટરીઝ અને માઈક્રો પાર્ટસ ચાઈનામાં તૈયાર થતાં હોઈ છે. હાલ મોબાઈલના દર વધે તેની કોઈ ચિંતા નથી પરંતુ હોલસેલ માર્કેટમાં એસેસરીઝની કિંમતમાં 25 ટકા સુધીનો વધારો થયો છે.
અન્ય સમાચારો પણ છે...