તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી બચવા શહેરના સંઘોમાં લઘુશાંતિ પાઠ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજની તપાગચ્છીય પ્રવર સમિતી દ્વારા કોરોનારૂપી મહામારીની શાંતિ માટે 16 અને 17 માર્ચે લઘુશાંતિ પાઠ કરવા અનુરોધ કરાયો છે. આ પાઠ સાથે 12 અભિષેક કરાશે અને પૂજામાં વપરાયેલ પાણી વિવિધ સંઘોના ઘરોમાં છાંટવામાં આવશે.

તપાગચ્છીય પ્રવરસમિતી જૈનોના અઢાર જેટલાં સમુદાયોની સર્વોચ્ચ સમિતી છે. તેના દ્વારા શનિવારે કોરોના વાયરસની શાંતિ માટે લઘુશાંતિ મહાપૂજા સંઘોમાં બે દિવસ કરવા અનુરોધ કરાયો છે. આ અંગે ગચ્છાધિપતી આચાર્ય અભયદેવસૂરિ મહારાજના શિષ્ય આચાર્ય મોક્ષરત્નસૂરિ મહારાજે કહ્યું કે આખુ વિશ્વ જ્યારે કોરોનાથી ફફડી રહ્યું છે, ત્યારે શાસ્ત્રોમાં અનેક ઉપાયો દર્શાવાયા છે. જેમાં એક લઘુશાંતિ સ્તોત્રના પાઠ છે. આથી ગચ્છાધિપતી આચાર્ય દોલતસાગરસૂરિઅભયદેવસૂર, મનોહરકિર્તીસૂરિ, હેમચંદ્રસૂરિ અને રાજેન્દ્રસૂરિ મહારાજના આદેશથી આ મહાપૂજા માટે અનુરોધ કરાયો છે. આ માટે શ્રાવકો કે સંઘ દ્વારા કેસૂડાના ફુલ સાથે તમામ ઔષધીઓ આગલા દિવસે પાણીમાં પલાળીને તૈયાર રાખવાની રહેશે. સવારે તેને ગાળીને પૂજામાં લઘુશાંતિના પાઠ સાથે અભિષેક કરવો અને ત્યારબાદ આ પાણી દરેક સંઘમાં શ્રાવકોના ઘરે છાંટવાથી કોરોના જેવી મહામારીમાં રાહત મળી રહેશે. પ્રતિક્રમણાદિ સૂત્રાર્થમાં દર્શાવ્યા મુજબ વર્ષો પહેલા શાકીનીએ કરેલી મરકીથી સંઘમાં પીડા થઈ ત્યારે માનદેવસૂરિ મહારાજે લઘુશાંતિ સ્તવની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો