મિલેનિયમ - 2ના ત્રણ વેપારીએ 57 લાખની ઠગાઈ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભટાર રોડ પર આશીર્વાદ પેલેસની બાજુમાં સન ટાવરમાં રહેતા મુકેશ રઘુવીરપ્રસાદ અગ્રવાલ રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. આરોપીઓ સુનીલ તારાચંદ ગુપ્તા, રમેશ ગજાનંદ અગ્રવાલ અને આકાંક્ષા સુનીલ ગુપ્તા મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં કાપડનો વેપાર કરતા હતા. ત્રણેયે મુકેશ અને અન્ય 6 વેપારી પાસે ઉધારમાં 57 લાખનું કાપડ ખરીદી વાયદા મુજબ પેમેન્ટ આપ્યું ન હતું. મુકેશે પેમેન્ટ માંગતાં ધમકી આપી હતી. જેથી મુકેશ અને અન્ય વેપારી સુનીલની દુકાને ગયા ત્યારે ખબર પડી કે તેઓ દુકાન બંધ કરીને નાસી ગયા છે. મુકેશકુમારે સુનીલ, રમેશકુમાર અને આકાંક્ષા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...