Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેટ્રો કેશ એન્ડ કેરી સુરતના નવનિર્મિત સ્ટોરનું ઉદ્દઘાટન કરાયું
સુરત : સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા મેટ્રો કેશ એન્ડ કેરી ખાતે નવનિર્મિત સ્ટોરનું શનિવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મેટ્રોના ડીરેક્ટર મનીશ સબનીશે જણાવ્યું હતું કે, મેટ્રો સુરત સ્ટોરમાં અત્યાર સુધી એક માળ હતો, જેમાં 25 હજાર બિઝનેસ આઉટલેટ્સના 1 લાખ કસ્ટમર્સને 5900 પ્રોડક્ટની ખરીદીનો લાહ્વો મળતો હતો. જ્યારે હવે જે એકમાળનું એક્સ્ટેન્શન કરાયું છે તે પછી હવે મેટ્રોની પોતાની પ્રોડક્ટ સહિત અન્ય મળીને કુલ 8000 જેટલી પ્રોડક્ટ હવે એક છત નીચે મળી જશે. જેમાં મેટ્રોની પોતાની બ્રાંડ પ્રોડક્ટ ફાઈન લાઈફ અને મેટ્રોસેફના ફૂડ તથા કરીયાણાની પ્રોડક્ટ જ્યારે સિગ્મા બ્રાંડ હેઠળ સ્ટેશનરીઝ અને ટેરીન્ગટનહાઉસ બ્રાંડમાં પ્લાસ્ટિક તથા કીચન એપ્લયાન્સિઝ જોવા મળશે. મેટ્રો કુલ 35 કન્ટ્રીઝમાં ઓપરેટ થાય છે. જેની જર્મની અને બેંગ્લોરની ક્વોલિટી ચકાસ કરતી ટીમ દ્વારા ગ્રાહકને હિતદાયી પ્રોડક્ટની ખાતરી કર્યા બાદ વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત, ડીરેક્ટર સબનીશે ઉમેર્યુ હતું કે, આવનારા સમયમાં બીટુબી ઈ-કોમર્સ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવાના પ્લાનિંગ અંગે પણ જણાવ્યું હતું જે 3 થી 4 માસમાં કાર્યરત થઈ જશે.
અનમોલ ફૂડ્સનું ઝીંગા માટે લેટિસ ગોલ્ડ પ્રોજેક્ટ બજારમાં મૂકાયો
સુરત ઃ દેશમાં આંધ્રપ્રદેશ અને બંગાળમાં કેટલ તથા ફીસ લાઈવ સ્ટોક ફૂડ પ્રોવાઈડર કંપનીએ છેલ્લા ત્રણ વર્ષથી ઝીંગાને પ્રોટિન પૂરું પાડતાં લાઈવસ્ટોક ફૂટ સેક્ટરમાં ઝંપલાવ્યું છે.
ઝીંગા ઉછેર માટેનું હબ ગણાતા સુરતમાં અનમોલ ફૂડ્સ પોતાની નવી પ્રોડક્ટ નર્ચર શ્રિંમ્પ ફીડ લેટિસ ગોલ્ડ સાથે બજારમાં ઉતરી છે. આ પ્રસંગે કંપનીના મેનેજીંગ ડિરેક્ટર પ્રતાપ મુખર્જી અને એમડી અમિત સરાવગીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અણમોલ ફૂડ્સ એ 20 વર્ષ જુની કંપની છે અને અમારું 600 કરોડનું ગ્રુપ છે. ફીશ, શ્રિમ્પ અને કેટલ ફૂડમાં પ્રોડક્શન કરે છે. ગુજરાતનું માર્કેટ 1 લાખ ટનનું છે. ત્યારે આ નવી પ્રોડક્ટ સાથે 30 ટકા ગ્રોથ પૂરું પાડે છે.15 ફેબ્રુઆરીથી ઝીંગા ઉછેરની આગામી સિઝન શરૂ થતી હોઈ છે. ત્યારે તે પૂર્વે અમારી અણમોલ ફૂડ્સ કંપની દ્વારા સુરત શહેરમાં આગામી દિવસોમાં પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સ એપોઈન્ટ કરવાની કામગીરી શરૂ કરી રહી છે.