તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસુ ખાતે રામલીલા મેદાન પર સ્વામી વિવેકાનંદને સ્મરણાંજલિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જે હરપળ પોતાને ઇશ્વર સાથે જોડેલા રાખે છે, તે સાચા યોગી છે. સ્વામી વિવેકાનંદ આવા જ એક યોગી છે. સ્વામી વિવેકાનંદના સિદ્ધાંત આનંદની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. આ શબ્દો અનાથ બાળકો માટેના સત્સંગ મહોત્સવમાં રામલીલા મેદાન પર સુધાંશુ મહારાજે કહ્યાં હતા.

વેસુના રામલીલા મેદાન પર વિશે જાગૃતિ મિશનનો સત્સંગ કથા મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં રવિવારે સુધાંશુ મહારાજે કહ્યું કે સ્વામી વિવેકાનંદ ચિરયુવા સ્વામી છે. તેઓ યુવાનોના પ્રેરણાસ્ત્રોત છે. નિર્ભયતા અને સ્પષ્ટ વિચારો એવા ગુણ છે કે જે સફળતાના દ્વાર ખોલી શકે છે. તેના માટે વ્યક્તિએ નિષ્કપટ અને અડગ બનવું પડે છે. તેની સાથે સત્યની રાહ પર ડગ માંડવા જોઈએ. નિર્ભયતા, સ્પષ્ટવાદિતા અને વિવેકશીલતાના ગુણો દરેક વ્યક્તિએ અપનાવવા જોઈએ. તેનાથી જીવનની સર્વોચ્ચ સાધનાનો પથ પ્રાપ્ત કરી શકાય છે.

તેના માટે વ્યક્તિએ આધ્યાત્મિક બનવું પડે છે. ધાર્મિક વ્યક્તિ પોતાની ફરજ માટે સંકલ્પિત હોય છે. દરેક વ્યક્તિએ સતત પુણ્યકર્મ કરતા રહેવા જોઈએ. ધર્મસ્થળો પર બુરી આદતોથી બચવું જોઈએ. બની શકે તો તેને ત્યજવી જોઈએ. સ્વામી વિવેકાનંદ અપરિમિત શક્તિના સ્વામી હતી, તેમના વિચારો જ માનવીને પથ દર્શાવે છે. મોટી સંખ્યામાં ભક્તોએ સ્વામીજી પાસે મંત્રદીક્ષા લીધી હતી. કથામાં સાંસદ સી. આર. પાટીલનું વિશ્વ જાગૃતિ મિશન અને શ્રી મહેશ મિત્ર મંડળે સ્વાગત કર્યું હતું. રામકુમાર પાઠકે ભક્તોનું અભિવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો