સંસારમાં સર્ટિફાઇડ ઘણાં પરંતુ સેટીસ્ફાઇડ માણસો ઓછા છેઃ આચાર્ય અજિતયશસૂરિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેમ જેમ ભૌતિકતાની દોડ વધી છે, તેમ તેમ અસંતોષ વધી રહ્યો છે. સંસારમાં સર્ટિફાઈડ ઘણાં છે, પરંતુ સેટીસ્ફાઈડ કેટલાં? શું છે તેની નોંધ કરવાને બદલે શું નથી તેનું મહત્વ વધ્યું છે. આચાર્ય અજિતયશસૂરિએ આ શબ્દો સરેલાવાડી સંઘમાં કહ્યાં હતા. ઘોડદોડના સરેલાવાડી જૈન સંઘમાં આચાર્ય અજિતયશસૂરિ અને પદ્મયશસૂરિ મહારાજની નિશ્રામાં માતા પદ્માવતીનું વિશિષ્ટ પૂજન કરાયું હતું. આ પ્રસંગે આચાર્ય અજિતયશસૂરિએ શ્રાવકોને જીવનમા સંતોષી બનવા બોધ આપ્યો હતો. તેમણે કહ્યું કે જરૂરથી વધારે મળ્યું છે, તેની મુશ્કેલી છે. પંન્યાસ સંસ્કારયશવિજય મહારાજે કહ્યું કે જીવનમાં ઉપેક્ષા બાદ અસંતોષ પતનનું બીજુ પગથિયું છે. ઉપેક્ષા અને અપેક્ષાથી બચતાં રહો તો સારૂ છે. ઘણીવાર જરૂર કરતા વધુ જોઈએ તેનું દુઃખ છે. દુઃખું ત્રીજુ કારણ પ્રતીક્ષા છે. કેટલાક લોકોને ચાહવા છતાં ઉપેક્ષા મળે છે. તેમની પ્રતીક્ષામાં આપણે દુઃખી થઈ જીવન બગાડીએ છીએ. આ બધામાંથી બહાર નીકળો. આજે માતા પદ્માવતીની ઉપાસના કરવાનો લહાવો મળ્યો છે. માતા પાસે ભૌતિકતા નહીં, અલૌકિકતા માગો. આ સાથે 12મીએ સુરતમાં નિર્માણ થનારા સૌથી મોટા જિનાલયના ભૂમિપૂજનની રૂપરેખા અપાઈ હતી. આ ભૂમિપૂજનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

બુધવારે તપસ્વી સાધ્વીઓનું પારણું
બુધવાર આસો. સુદ ચોથના રોજ સરેલાવાડી શ્રી સંઘમાં ચાતુર્માસ બિરાજમાન 192મી ઓળીના આરાધક સાધ્વી જિનેન્દ્રશ્રી તથા 194મી ઓળીના આરાધક સાધ્વી સુધાંશુયશાશ્રીનું ઓળીનુ પારણું ઉજવાશે. આ પ્રસંગે સવારે બરાબર 6:30 કલાકે તપસ્વી સાધ્વીજી ભગવંત આદિનાથ જીનાલયથી વાજતે - ગાજતે સામૈયું લઈ લાભાર્થી પરિવાર આઝાદભાઇ ફતેહલાલજી સિંઘવી (રોયલ પેલેસ)માં ગુરૂ ભગવંતો સાથે પધરામણી કરશે. ત્યારબાદ 8:15 કલાકે સકલ શ્રીસંઘની સરેલાવાડી આયંબિલ ભવનમાં લાભાર્થી પરિવાર તરફથી નવકારશી છે.

અન્ય સમાચારો પણ છે...