તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોળી પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મનીષા ડેકોર ટીમ ચેમ્પિયન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાયેલી કોળી પટેલ સમાજ ટી-20 ટુર્નામેન્ટમાં મનિષા ડેકોર ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મનિષા ડેકોર રોયલ અને વિક્ટોરિયા વેડ વચ્ચે રમાઈ હતી જેમાં મનિષા ડેકોરનો 3 વિકેટે વિજય થયો હતો. ફાઇનલમાં વિક્ટોરિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 8 ઓ‌વરમાં 112 રન કર્યાં હતાં, જેમાં જિજ્ઞેશ પટેલે 25, અને નિરવે 23 રન કર્યાં હતાં. બોલિંગમાં મનિષા ડેકોરના સુનિલ પટેલે 2 અને વિશ્વાસ પીઠાવાલાએ 2 વિકેટ ઝડપી હતી. 113 રનનો પીછો કરવા ઉતરેલી મનિષા ડેકોર રોયલ્સની ટીમ યશ પટેલના 26, જિજ્ઞેશ પટેલના 31 અને વિશ્વાસના 19 રનના સહયોગથી 113 રન કરી ચેમ્પિયન બની હતી. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક હતી અને રિઝલ્ટ છેલ્લી ઓવરમાં આવ્યો હતો. જિજ્ઞેશે 3 વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...