તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાશિવરાત્રી અને સોમવારનો આ વર્ષે અદભૂત સંયોગ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાવદ ચતુર્દશી અને શિવરાત્રીએ 4 માર્ચના રોજ સોમવાર અને મહાશિવરાત્રીનો અદભૂત સંયોગ થશે. અગાઉ સન 2016માં ઘનિષ્ઠા નક્ષત્ર અને મહાશિવરાત્રી સાથે સોમવારનો સંયોગ હતો. જ્યારે હવે પછી સન 2036માં શ્રવણ નક્ષત્ર, સોમવાર અને મહાશિવરાત્રીનો યોગ સર્જાશે. આ વર્ષે સોમવાર, મહાશિવરાત્રી અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ થશે. તેની સાથે શિવયોગ ભદ્રા અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ હોવાથી આ વર્ષે શિવરાત્રી વિશેષ ફળદાયી રહેશે.

દર મહિનાની વદ ચતુર્દશીને વૈદિક શાસ્ત્રમાં શિવરાત્રી કહી છે. આ ચતુર્દશીના સ્વામી મહાદેવ શિવ છે. તેમાં પણ મહા વદ ચતુર્દશીએ મહાદેવ શિવે માતા પાર્વતી સાથે વિવાહ કર્યા હોવાથી મહાશિવરાત્રી કહેવાય છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે, આ વર્ષે સન 2016 પછી ત્રણ વર્ષે મહાશિવરાત્રી, સોમવાર અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ સર્જાયો છે. તેમાં પણ આ વર્ષે સર્વાર્થસિદ્ધિ યોગ અને ભદ્રા છે, જેમાં ભદ્રા મહાદેવ શિવની શક્તિ છે. જેથી આ વર્ષની શિવરાત્રી દરેક રીતે વિશિષ્ટ છે. તેમાં પણ ઘનિષ્ઠા નક્ષત્રના સ્વામી મંગળ છે અને ગણેશજીના અંશ મનાય છે. 4 માર્ચના રોજ શિવરાત્રીએ મહાનિશિથકાળની પૂજા રાતે 12.26થી 1.15 કલાક સુધી કરવાની રહેશે. તેમાં શિવમહિમ્ન સ્તોત્ર અને અષ્ટાધ્યાય રુદ્રી સાથે મહાદેવને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનો રહેશે. તેમાં પણ રાજોપચાર પૂજા ઉત્તમ રહેશે. શિવજીને આંકડો અને ધતૂરો ચઢાવવાથી વિશેષ કૃપા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો