તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નંદીગામ હાઈવે પર LPG ટેન્કર સળગ્યું, 10 કિમી જામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પાસે નંદીગામ હાઈ‌વે પર શનિવારે મુંબઇથી સુરત તરફ જતું એલપીજી (ગેસ) ભરેલું ટેન્કર પલ્ટી માર્યું હતું. ટેન્કરમાંથી લિકવિડ બહાર નીકળતા આગ ફાટી હતી. જેના લીધે હાઇવેના બંને સાઈડના વાહનના પૈડાં થંભી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાંજે 4કલાકે આગ બંધ થતાં હાઇવે પર વાહનવ્યવહાર ફરી ચાલુ કર્યો હતો.

ગુજરાત ની હદ માં નંદીગામ ને.હા.48 પર શનિવારે બપોરે 2.30 કલાકે મુંબઇ થી સુરત તરફ આવી રહેલું એલપીજી ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું હતું.ટેન્કર માંથી એલપીજી નું લીકવિડ બહાર નીકળતા આગ ફાટી નીકળી હતી. હાઇવે પર આગ લાગવાની ઘટનાના પગલે મુંબઇથી સુરત અને સુરતથી મુંબઇ તરફ જતા બન્ને હાઇવે પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. જોત જોતા મા વાહનો 10 કિમિ લાંબી કતારો લાગી જતા ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઇ હતી.મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરથી વાહનની કતાર ભીલાડ સુધી લાગી હતી. ટેન્કરમાં આગની ઘટના બાદ ભીલાડ પોલીસ મથકના પીએસઆઇ એન.આર. મકવાણા અને પીએસઆઇ એડી મિયાત્રા તેમની પોલીસ ટીમ સાથે દોડી ગયા હતા.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી વાપીથી મુંબઇ તરફ જતા વાહોનને તલવાળા ને.હા.48 થી મલાવ રેલવે ફાટક તરફ ડાયવર્ટ કર્યો હતો. મુંબઇથી સુરત તરફ આવતા ટ્રાફિકને સંજાણ થી ભીલાડ તરફ ડાયવર્ટ કર્યો હતો.

8 બંબાથી સતત પાણીનો મારો ચલાવતા ટેન્કર ફાટ્યું નહી | ટેન્કરમાંથી એલપીજી ગેસ નીકળી સળગતા આગ અને ધુમાડાના ગોટે ગોટા 10 કિમિ દૂરથી નજરે ચડ્યા હતા. આગની ઘટનાની જાણ સરીગામ, ઉમરગામ અને વાપીના ફાયરને કરતા કુલ 8 બંબા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.જેના લીધે ટેન્કરમાં ફાટ્યું ન હતું. આગની ઘટનાના પગલે ભીલાડ વીજ વિભાગે વીજળી પુરવઠો બંધ કરી દીધો હતો. ટેન્કર પૂરે પૂરો એલપીજી ગેસ બળી ગયા બાદ આગ બંધ થઈ હતી.ભીલાડ પોલીસ દ્વારા ટેન્કરને હાઇવેથી દુર કરી કર્યા બાદ વાહન વ્યવહાર ચાલું થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો