તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનોનું લાઇવ સ્ટેટસ-PNR હવે ઓફિશિયલ સાઇટો પર જ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ટ્રેનોનું લાઇવ સ્ટેટસ અને પીએનઆર (પેસેન્જર નેમ રેકોર્ડ) હવે રેલવેની ઓફિશિયલ વેબસાઇટો પર જ દેખાશે. જેની પાછળનું કારણ એ છે કે, ખાનગી અને અનઓથોરાઇઝ્ડ વેબસાઇટ પર ટ્રેનોનું લાઇવ સ્ટેટસ કે પછી પીએનઆર જોતાં પહેલાં જ ઘણીબધી કમર્શિયલ જાહેરાતો આવે છે. આ જાહેરાતોમાંથી વેબસાઇટ કંપનીને ધૂમ કમાણી થાય છે. જોકે, વેબસાઇટ કંપનીઓ રેલવેને ફદિયું ય આપતી નથી. એટલું જ નહીં, આવી વેબસાઇટને કારણે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ્સનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે. ખાનગી, અનઓથોરાઇઝ્ડ વેબસાઇટ કંપનીઓ રેલવેની સુવિધા લે છે, બદલામાં એકેય રૂપિયો આપતી નથી. જેથી ખાનગી વેબસાઈટ જ કમાણી કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...