તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગટર અને પેવર બ્લોકનું કામ પૂરું ન કરાતાં વિરોધ

ગટર અને પેવર બ્લોકનું કામ પૂરું ન કરાતાં વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા નગર ખાતે આવેલ શંકર ફળિયા વિસ્તારમાં આવેલી ગટર અને પેવરબ્લોકના કામ 14માં નાણાપંચ અંતર્ગત 1 વર્ષ પહેલા ડે.સરપંચના હાથે ખાતમૂહુર્ત કર્યા બાદ કામ શરૂ ન કરતા આજુબાજુ વિસ્તારનાં લોકો ગટર પાસે બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો.

વાંસદા ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચ અંતર્ગત 2017માં ડે.સરપંચ અને ફળિયાના આગેવાનો સાથે પેવરબ્લોક માટે શ્રીફળ વઘેરીને પ્રમોદ ગાંધીના ઘર પાસેથી જૂની કંસારી લાઈનને જોડતા રસ્તાનો ખાતમૂહુર્ત કરાયું હતુ. પરંતુ 1 વર્ષ પૂરો થયા બાદ પણ ગ્રામ પંચાયત દ્વારા કામ શરૂ ન કરાતા આજે ફળિયાના આગેવાનો રોડ ઉપર બેસી ગ્રામ પંચાયત સામે વિરોધ કર્યો હતો.

વાસંદામાં એક વર્ષ પહેલા ગટર અને પેવરબ્લોકનું ખાતમૂહુર્ત કરી કામ ન કરતા લોકોમાં રોષ. તસવીર-તુલસીદાસ વૈષ્ણવ

રસ્તા પર ભૂવા પણ પડી ગયા
કંસારા લાઈનને જોડતા રસ્તા ઉપર બ્લોકનું કામ વર્ષ પહેલા કરાયો હતો અને રસ્તા ઉપર ભુવા પણ પડી ગયા છે. વારંવાર પંચાયતને રજૂઆત કરવા છતાં કામ શરૂ ન કરતા ફળિયા વાસીઓએ આ કામ કરવું પડ્યું છે. કિશોર પારેખ

નવુ ઘર બનતુ હોય કામ બાકી રહ્યુ છે
પ્રમોદભાઈ ગાંધીના ઘર પાસેની ગલીમાં પેવર બ્લોકનું કામનું ખાતમૂહુર્ત કરાયું હતુ. પરંતુ પ્રમોદભાઈનું નવું ઘર બનાવવાનું કામ શરૂ હતુ એટલે બાકી રહેલ છે. કામ પૂર્ણ થશે એટલે ગટરની કામગીરી માટે આયોજન કરી કામગીરી કરી અપાશેે. હિનાબેન.જી.પટેલ,સરપંચ,વાંસદા

ના છૂટકે વિરોધ વ્યક્ત કર્યો
શંકર ફળિયાથી કંસારા લાઈનને જોડતા રસ્તા માટે ડે.સરપંચ દ્વારા એક વર્ષ પહેલા ખાતમૂહુર્ત કરાયું હતુ. પરંતુ કામ શરૂ ન કરતા નાછુટકે ગટર પાસે બેસીને પંચાયત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અમિત દશોંદી, વાંસદા

અન્ય સમાચારો પણ છે...