તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદામાં 12 બાઈક અને પીકઅપ ડિટેઈન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા પોલીસ મથકના પોલીસ કર્મીઓ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં 12 બાઈક અને એક પીકઅપ ડીટેઇન કરી પોલીસે આરટીઓ અને કોર્ટ મેમો આપી આગળની કાર્યવાહી કરી હતી. વાંસદા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાસંદા સીનિયર પીએસઆઈ જે.વી.ચાવડા અને પીએસઆઈ પી.પી.વસાવા પોલીસ સ્ટાફ સાથે હનુમાનબારી સર્કલ પાસેથી પુરઝડપે વાહન ચલાવનાર અને કાગળો લાઈસન્સ હેલ્મેટ વગેરે સાથે ન રાખનાર સામે લાલ આંખ કરતા 12 જેટલી બાઈક અને એક પીકઅપ ડીટેઈન કરી પોલીસ કબજામાં લઇ વાહન ચાલકોને આરટીઓ મેમો અને કોર્ટ મેમો આપી વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતુ.

વાંસદા હનુમાનબારી સર્કલ પાસેથી ડીટેઈન કરેલા વાહનો નજરે પડે છે. તસવીર-તુલસીદાસ વૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...