ક્ષય રોગનાં બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદાના તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ક્ષય રોગના બાળકોને શૈક્ષણિક કિટ અને અનાજકિટ વિતરણનો કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા અને નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા ક્ષય, રક્તપિત નિવારણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં 30 બાળકોને શૈક્ષણિક તેમજ અનાજ કિટનું વિતરણ કરાયું હતુ.

કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીમાં પ્રમુખ જયવિરેન્દ્રસિંહ સોલંકી, મંત્રી, પ્રદ્યુમનસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ, પટવર્ધનસિંહ, અંબરીશસિંહ વાસદીયા દશરથ મિરઝા, મેહુલ પુરોહિત, દિનેશ ભાવસાર તથા લક્ષ્મીચંદ પાનાચંદ શાહ, અરવિંદ શાહ, ઉષાબેન, વસંત વણકર, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પટેલ સહિત ક્ષય રોગના દર્દીઓની ઉપસ્થિતિમાં 30 દર્દીઓને અનાજ અને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી હતી. અધિકારી વણકરએ જણાવ્યું હતુ કે સરકાર તરફથી આધારકાર્ડ આધારીત બેંક એકાઉન્ટ હશે તેવા દર્દીને સારવાર દરમિયાન દર માસે 500 રૂપિયા મળવા પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...