તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આહવા વલસાડ શિડ્યુલમાં મિની બસ મુકાતા મુસાફરો ત્રાહિમામ

આહવા-વલસાડ શિડ્યુલમાં મિની બસ મુકાતા મુસાફરો ત્રાહિમામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ ડિવિઝનના આહવા ડેપોની સવારે 6.30 કલાકે આહવાથી નીકળતી આહવા-વલસાડ બસ જે સાંજે 6.20 કલાકે વલસાડથી પરત આહવા માટે નીકળે છે. એ મુજબ સમયસર અને પેસેન્જરોથી ખીચોખીચ ભરેલી બસના શિડ્યુલમાં બે માસથી મિની બસ મૂકી દેતા રોજીંદા અપડાઉન કરનારા મુસાફરો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. આ શિડ્યુલ પર મોટી બસ નહી મુકાય તો વાંસદા ડેપો પરથી નિયમિત બસમાં અપડાઉન કરનારા મુસાફરો આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચ્ચારી છે.

રોજીંદા અપડાઉન કરનારા મુસાફરોએ કરેલી રજૂઆત મુજબ આહવા ડેપોની આહવાથી વલસાડ જે સાંજે વલસાડથી વલસાડ-આહવા બોર્ડ સાથે પરત થાય છે. વર્ષોથી બસમાં આહવાથી વલસાડ સુધી અપડાઉન કરનારા પેસેન્જરોની સંખ્યા ઘણી છે. ઉપરાંત વાંસદાથી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો અપડાઉન કરે છે. બે મહિના પહેલા આહવાથી વલસાડ બસ કે જે 55 સીટની મોટી બસ મુકી હતી. આ બસ વાંસદા આવતા સુધીમાં જ ભરાય જાય અને વાંસદાથી બસમાં ચઢનારાઓએ ઉભા ઉભા જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

બસ થોભાવી દઈ વિરોધ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ.

વાંસદામાં વિદ્યાર્થીઓએ બસ અટકાવી
વાંસદાથી આ આહવા વલસાડ બસમાં અભ્યાસ અર્થે ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓ નિયમિત અપડાઉન કરે છે અને પાસ પણ કઢાવેલો છે. મોટી બસની જગ્યાએ મિની બસ મુકાતા આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી ત્રાસ ભોગવતા હોય આ વિદ્યાર્થીઓએ વાંસદા ડેપો પર બસ થોભાવી દઈ વિરોધ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...