GIPCL દ્વારા જમીન સંપાદન બંધ કરવા કલેક્ટરને રજૂઆત

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ કંપનીએ નજીકના ચરેઠા ગામનાખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન...

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
GIPCL દ્વારા જમીન સંપાદન બંધ કરવા કલેક્ટરને રજૂઆત
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ કંપનીએ નજીકના ચરેઠા ગામનાખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન કરવાની હિલચાલ શરૂ કરતાં ખેડૂતોમાંરોષ વ્યાપી ગયો છે. અકળાય ઉઠેલા ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટરની રૂબરૂમાં મુલાકાત લઈ જમીન સંપદાન પ્રક્રિયા સદંતર બંધ કરવા અંગે ફરિયાદ કરી છે.

ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ. તેના લિગ્નાઈટ પાવર પ્રોજેક્ટ માટે સને 1992માં માંગરોળ તાલુકાના નાની નરોલી સહિત આજુબાજુના શાહ ચરેઠા, મોસાલી, ડુંગરી, ઝાંખરડા સહિતના વિવિધ ગામોની જમીન સંપાદિત કરી લિગ્નાઈટ પ્રોજેક્ટ કાર્યરત કર્યો હતો. જેમાં ચરેઠા ગામના ખેડૂતોએ પોતાની 70 ટકા જમીન આ પ્રોજેક્ટમાં ગુમાવી હતી. કંપનીએ વર્ષ 2009માં લિગ્નાઈટ માટે બીજા તબક્કામાં જમીન સંપાદનનો વિરોધ કરી ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી જીઆઈપીલસીએલ કંપની રાજ્ય સરકાર અને જિલ્લા જિલ્લા કલેક્ટર જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ રિટ પીટીશન દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો મનાઈહુકમ આપતાં જમીન સંપાદન બંધ કરાવની ફરજ પડી હતી. પરંતુ હાલમાં ચાલુ વર્ષે ચરેઠા ગામના ખેડૂતોની ફળદ્રુપ જમીનો સંપદાન કરવાની કંપનીએ હિલચાલ શરૂ કરતાં ખેડૂત ખાતેદારોમાં વ્યાપક આક્રોષ ફલેાયો છે. ખેડૂત આગેવાન ગોરાભાઈ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને જમીન સંપાદન પ્રક્રિયા સદંતર બંધ કરવાની માંગ કરી છે. જણાવ્યુ કે ભૂતકાળમાં 70 ટકા મહામૂલી જમીન કંપનીને આપી છે ત્યારથી દરેક ખેડૂત પરિવારની આર્થિક હાલત બગડી છે. જમીન સંપાદન પ્રક્રિયા બંધ ન કરે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

X
GIPCL દ્વારા જમીન સંપાદન બંધ કરવા કલેક્ટરને રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App