તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટર અને વાયરની ચોરી કરનાર ઝડપાયો

ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટર અને વાયરની ચોરી કરનાર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના વડ ગામે ખેડૂતના ખેતરમાંથી ઈલે. મોટરનો કેબલ વાયર, સ્ટાટર સહિત 6500ના સામાનની ચોરી કરી જનાર બે ઈસમો વિરુદ્ધ ખેડૂતે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલ બીજા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

મૂળ રાજકોટ ધોરાજી સૌરાષ્ટ્રના અને હાલમાં કૈલાશ સોસાયટીની કીમ ઓલપાડ ખાતે રહી વડી ગામે ખેતીનો વ્યવસાય કરતાં ધ્રુવભાઈ સુભાષભાઈ પટેલની માલિકીના બ્લોક નં 66 વાળી જમીનમા ખેતરમાં બે ઈસમોએ પ્રવેશ કરી કૂવા ઉપર મુકેલ ઈલે. મોટરના વીજ કેબલ અને સ્ટાટરની ચોરી કરી રહ્યાં હતાં. આ સમયે બંશીભાઈ મહોનભાઈ સગર, બાલજી મશીનરી મોસાલી ચોકડી) તેમજ અવિનાશ બચુભાઈ ચૌધરીએ આ ઈસમોને ખેતરમાં ચોરી કરતાં નજરે જોતા તેમણે બંને ઈસમોને પીછો કર્યો હતો. અને બંને ને ઓળખી લીધા હતાં. ગોકુળ સુરજીભાઈ વસાવા (રહે. પાતલ, તા.વાલિયા, જિ. ભરૂચ) તેમજ જન્તાભાઈ મનુરભાઈ વસાવા (રહે. પાતલ, તા. વાલિયા, જિ. ભરૂચ)ના હતાં. આ ઈસમનો ચોરીનો મુદ્દામાલ લઈને ભાગી છૂટ્યા હતાં. ત્યારબાદ આ ઘટનાની જાણ ખેતર માલિક ધ્રુવભાઈ પટેલને કરતાં તેમણે સ્થળ ઉપર તપાસ કર્યા બાદ બંને ઈસમો વિરુદ્ધ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ચોરીના ગુનાની વધુ તપાસ પો. કો. પાન્કુભાઈ રૂપચંદ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...