• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઓલપાડ તાલુકામાં સવારથી જ વરસાદ : 2 ઇંચ વરસાદ નોંધાયો

ઓલપાડ તાલુકામાં સવારથી જ વરસાદ : 2 ઇંચ વરસાદ નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇમાં ભારે વરસાદ પડતાં અને ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતાં જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડે તેવી ખેડૂતો અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ ઓલપાડ તાલુકામાં તાલુકામાં ધીમીધારે દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો તેમજ રાત્રે પણ વરસાદી ઝાપટાં યથાવત રહ્યાં હતાં અને આજે બુધવારની વહેલી સવારથી વાદળો ઘેરાતાં વરસાદ વરસી રહ્યો હતો અને બપોર બાદ મેઘાએ ધોધમાર વરસાદ પડતાં ખેતરો સહિત રસ્તાઓ પાણી પાણી થઈ ગયાં હતાં અને સાંજ સુધી વરસાદ ધીમી ધારે તો મધ્યમથી હળવા ઝાપટાં રૂપી વરસી રહ્યો હતો. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં પડેલા વરસાદને પગલે ખેડૂતો પોતાના ખેતરોમાં ડાંગરની રોપણી કાર્ય પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે આખો દિવસ પડેલા વરસાદને પગલે શેરડી સહિત રોપાયેલું ડાંગરના પાકને પણ આ વરસાદ ફાયદાકારક રહેશે તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે ઓલપાડ ફલદ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર ઓલપાડમાં આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 50 એમ એમ એટ્લે કે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...