અમરનાથમાં સુરતી શિવભક્તો 1 લાખ લોકોને વિનામૂલ્યે જમાડશે
રિલિજિયન રિપોર્ટર.સુરત | અમરનાથના યાત્રીઓની સેવા માટે સુરતના ભક્તોએ સતત બારમાં વર્ષે શેષનાગ ઝીલ પાસે ભંડારો સોમવારથી શરૂ કર્યો છે. સુરતનાં ભક્તોના ભંડારામાં દર વર્ષે એકલાખ લોકો લાભ લે છે. 27મીએ છડી મુબારક સાથે યાત્રાનો પ્રારંભ થશે અને 28મીથી યાત્રાનો પ્રારંભ થશે. આ વર્ષે સૌથી વધારે 60 દિવસ યાત્રા કરાશે.
850 ભક્તો મંગળવાર સુધીમાં સુરતથી પ્રસ્થાન કરી દેશે
સુરતના કેટલાક અમરનાથ ભક્તોની સંસ્થા બાબા માર્કંન્ડેશ્વર સેવા મંડળ છેલ્લાં 12 વર્ષથી અમરનાથ યાત્રાના માર્ગ પર શેષનાગ ઝીલ પર યાત્રીઓ માટે ભંડારો કરે છે. આ અંગે સંસ્થાના ધ્રુવિલભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે 27મીએ છડી મુબારક નીકળશે અને 28મીથી ભક્તો માટે અમરનાથ યાત્રા ખુલ્લી મુકાશે. છેલ્લાં ઘણાં વર્ષો બાદ પહેલી વાર 60 દિવસ લાંબી યાત્રા આ વર્ષે ચાલશે. તેમાં સન 2016ની દ્રષ્ટિએ જોઈએ તો 10 દિવસ વધુ છે. ચંદનવાડી અને પહેલગામ એમ બે માર્ગ પરથી આ યાત્રા નીકળશે.
તેમાં શેષનાગ ઝીલ પાસે 12800 ફૂટની ઊંચાઈ પર સુરતના ભક્તો છેલ્લાં કેટલાક વર્ષોથી ચલાવે છે. તેમાં 20 ભક્તોની સેવાથી શરૂ કરેલા ભંડારામાં હવે વર્ષે એકલાખ લોકો લાભ લે છે. સોમવારે ભંડારાની જગ્યા શરૂ કરી દેવાઈ છે. ભંડારામાં જુદા જુદા રાજ્યના 150 ભક્તો સેવા આપે છે. સુરતમાં ગ્રુપના સુરેશ લિંબાસીયા કેટલાક મિત્રો સાથે હાલ ત્યાં ગયા છે.
ભક્તો પ્રસ્થાન કરશે
શિવસેવક ગ્રુપના 850 ભક્તો મંગળવાર સુધીમાં સુરતથી પ્રસ્થાન કરી દેશે. 60 જેટલાં તો સવારની 6 વાગ્યાની ફ્લાઈટમાં જવા નીકળ્યા છે. બીજા એક ગ્રુપના 120 જેટલાં ભક્તો 28મીએ જવાના છે અને ત્યાર પછી 50 જેટલાં 2 જુલાઈએ રવાના થશે. જગદીશભાઈ મેર, શિવસેવક ગ્રુપ
સુરતના કેટલાક અમરનાથ ભક્તોની સંસ્થા બાબા માર્કંન્ડેશ્વર સેવા મંડળ છેલ્લાં 12 વર્ષથી અમરનાથ યાત્રાના માર્ગ પર શેષનાગ ઝીલ પર યાત્રીઓ માટે ભંડારો કરે છે. આ અંગે સંસ્થાના ધ્રુવિલભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે 27મીએ છડી મુબારક નીકળશે અને 28મીથી ભક્તો માટે અમરનાથ યાત્રા ખુલ્લી મુકાશે. છેલ્લાં ઘણાં વર્ષો બાદ પહેલી વાર 60 દિવસ લાંબી યાત્રા આ વર્ષે ચાલશે. તેમાં સન 2016ની દ્રષ્ટિએ જોઈએ તો 10 દિવસ વધુ છે. ચંદનવાડી અને પહેલગામ એમ બે માર્ગ પરથી આ યાત્રા નીકળશે.
તેમાં શેષનાગ ઝીલ પાસે 12800 ફૂટની ઊંચાઈ પર સુરતના ભક્તો છેલ્લાં કેટલાક વર્ષોથી ચલાવે છે. તેમાં 20 ભક્તોની સેવાથી શરૂ કરેલા ભંડારામાં હવે વર્ષે એકલાખ લોકો લાભ લે છે. સોમવારે ભંડારાની જગ્યા શરૂ કરી દેવાઈ છે. ભંડારામાં જુદા જુદા રાજ્યના 150 ભક્તો સેવા આપે છે. સુરતમાં ગ્રુપના સુરેશ લિંબાસીયા કેટલાક મિત્રો સાથે હાલ ત્યાં ગયા છે.
ભંડારામાં મોકલેલા સામાનની વિગત
300 કિલો ચોખા
200 કિલો દાળ
300 કિલો ચણાનો લોટ
400 કિલો ખાંડ
1000 કિલો બટાકા
500 કિલો ઘઉંનો લોટ
300 કિલો બાજરીનો લોટ
1500 કિલો શાકભાજી
200 કિલો ડ્રાયફ્રૂટ
150 કિલો દૂધનો પાવડર
450 ગેસના બાટલા
1 પોપકોર્નનું મશીન
1 ચાનું મશીન