તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કેશોદ બસ દૂર્ઘટનામાં વધુ એક વિદ્યાર્થીનંુ મોત

કેશોદ બસ દૂર્ઘટનામાં વધુ એક વિદ્યાર્થીનંુ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૭૨ વિદ્યાર્થી, ૧૧ શિક્ષકો અને રસોઇયણ મહિલા સહિત ૮૫ જણા ગયા હતા.

હેલ્થ રિપોર્ટર, સુરત

પાલિકાનીશિક્ષણ સમિતિની તાડવાડી સ્કૂલના 85 વિદ્યાર્થીઓની પર્યટન અર્થે નીકળેલી બસને જુનાગઢના કેશોદ પાસે ગત તા 21મી જાન્યુઆરીએ અકસ્માત નડ્યો હતો. દૂર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થઓ સહીત પાંચના મોત નીપજ્યાં હતાં. અને ત્રણ સહિત 11ને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા વધુ એક વિદ્યાર્થીનુ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થયું હતું.

અમરોલીના તાડવાડી સ્થિત કવિ રમેશ પારેખ પ્રાથમિક શાળા નંબર ૩૧૬માં ગત જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રનો શૈક્ષણિક પ્રવાસે ઉપડ્યો લઇ જવાયો હતો. તેમાં, ૭૨ વિદ્યાર્થી, ૧૧ શિક્ષકો અને રસોઇયણ મહિલા સહિત ૮૫ જણા ગયા હતા. સુરત પરત ફરતી વેળાએ તારીખ 21 જાન્યુઆરીના રોજ લક્ઝરી બસને જૂનાગઢના કેશોદ પાસે અગતરાયગામ નજીક અકસ્માત નડયો હતો. જેમાં, ત્રણ વિદ્યાર્થિની દિવ્યા ઉદ્ધવભાઇ ભારતી (ઉ.વ.૧ર), ભાવના શૈલેષભાઇ બામ્બા (ઉ.વ.૧૧), નિશાબેન મગનભાઇ રબારી (ઉ.વ.૧ર) તથા બે રસોયણ મહિલા રમીલાબેન દિનેશભાઇ ગામીત(ઉ.વ.૫૦) અને ચંપાબેન વિનુભાઇ રાજકોટીયા(ઉ.વ.૩૫)નું કમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાએ તાડવાડી, અમરોલી વિસ્તારના રબારી અને આહિર સમાજમાં શોકનંુ મોજુ ફેરવી દીધું હતું.

ઘટનામાં ઈજાગ્રસ્ત રાના વનાભાઈ મીર (15) ને રાજકોટથી વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લાવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન ગુરુવારે સવારે તનું મરણ થયું હતું.

દોઢ મહિનાની સારવાર બાદ દમ તોડ્યો

સમિતિની શાળાની બસને અકસ્માત નડ્યો હતો

બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

રાનામીરને બે બહેનો છે. એકના એક ભાઈના મોતથી બંને બહેનો આઘાતમાં સરી ગયા હતાં. તેમના પિતા વનાભાઈ પણ પેરેલીસીસથી પિડાતા હોઈ તેમને એકનો એક આધાર પુત્ર હતો.

અન્ય સમાચારો પણ છે...