તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસુમાં ગેરકાયદે ઇબાદતખાનું ફરી તોડી પડાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વેસુનાઇડબ્લ્યુએસ આવાસમાં નમાજ પઢવા માટે બીજી વાર તાણી દેવાયેલું ગેરકાયદે ઇબાદતખાનું ગુરુવારે પાલિકાના અઠવા ઝોને દૂર કર્યું છે.

વેસુ સુડા આવાસની સામે પાલિકાએ ઇડબ્લ્યુએસ આવાસ બનાવ્યા છે. આવાસમાં ખાલી પડેલી જગ્યાના 800 ચોરસ ફૂટ ભાગમાં કેટલાક રહેવાસીઓએ નમાજ પઢવા માટે પતરાના ગેરકાયદે શેડ તાણી દીધા હતા. અંગે અગાઉ અઠવા ઝોનમાં ફરિયાદ કરાતાં અધિકારીઓએ બે વખત ઇબાદતખાના માટે બનાવેલા શેડને તોડી પાડ્યા હતા. તેમ છતાં હાલમાં ફરી વાર સ્થળે ગેરકાયદે ઇબાદતખાનું તાણી દેવાયું હતું. તેના કારણે સ્થાનિક રહીશોએ ફરી અઠવા ઝોનમાં મુદ્દે ફરિયાદ કરી હતી, જેથી ગુરુવારે અઠવા ઝોને પતરાના શેડ દૂર કરીને ઇબાદતખાનાને તોડી પાડી કબજો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...