તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન સર્વિસ તબીબોની પડતર માગણીઓ માટે મૌન રેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન (જીઆઈડીએ) તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જાહેર કરેલી રાજ્ય વ્યાપી રેલી અંતર્ગત શહેરમાં પણ 150થી વધુ સર્વિસ કરતાં તબીબોએ ગુરુવારે મૌન રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.

તબીબોની પડતર માગણીઓમાં સમયસર પ્રમોશન આપવું, જીપીએસસી પહેલાની સર્વિસ ચાલુ રાખવી, જિલ્લાઓમાં ખાલી પડેલી સીડીએચઓની જગ્યા ભરવી જેવી માગણીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત છઠ્ઠા પગારપંચમાં કેન્દ્ર અને રાજ્યના પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી, ઉપરી અધિકારીઓની હેરાનગતિ, રાજ્યભરમાં તબીબો પર કરવામાં આવતા હુમલા સહિતના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા માગણી પણ કરવામાં આવી હતી. જોકે તેનો ઉકેલ નહીં આવતાં ગુરુવારે સુરતમાં પણ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સ ખાતે મેડિકલ ઓફિસરો એકત્રિત થયા હતા, જ્યાંથી તેમણે બપોરના સુમારે રેલી કાઢી એમટીબી કોલેજ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેલીમાં તબીબો પોતાની વિવિધ માગણીઓ લખેલા પ્લે કાર્ડ, બેનરો લઈને જોડાયા હતા.

પ્લેકાર્ડ અને બેનર સાથે તબીબો જોડાયા

રાજ્યભરમાં રેલીઓ નીકળી

અન્ય સમાચારો પણ છે...