તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગોડાદરામાં પીવાનું પાણી નહીં મળતાં ભાજપી કોર્પોરેટરે વિરોધ કર્યો!

ગોડાદરામાં પીવાનું પાણી નહીં મળતાં ભાજપી કોર્પોરેટરે વિરોધ કર્યો!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરામાનસરોવર પાસે આવેલા પદમાવતી આવાસમાં છેલ્લા 15 દિવસથી પીવાનાં પાણીની સમસ્યા હોવા છતાં પાલિકાએ પાણીનું ટેન્કર પણ નહીં મોકલતાં ગુરુવારે આખરે સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી. તેમણે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં લિંબાયત ઝોન ઓફિસ ખાતે મોરચો લઇ જઇને માટલાં ફોડ્યાં હતાં. ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પણ તેમાં જોડાતાં રાજકારણ ગરમાયું છે.

ગોડાદરાના પદમાવતી આવાસના 8 બ્લોકમાં 100 પરિવાર રહે છે, જેમને છેલ્લા 15 દિવસથી એક કલાક પણ પીવાનું પાણી પૂરતું મળતું નહોતું. અંગે વખતો વખત લિંબાયત ઝોનમાં તેમજ ગોડાદરાના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતને ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં ટેન્કરની પણ વ્યવસ્થા કરી નહોતી. જેથી 300થી વધુ મહિલાઓએ ગુરુવારે સાંજે લિંબાયત ઝોન ઓફિસનો ઘેરાવ કર્યો હતો. ત્યારે ગોડાદરાના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પણ તેમાં જોડાયા હતા અને સમસ્યા તાકીદે ઉકેલવા ઉગ્ર રજૂઆત કરી હતી. સમયે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઇકલવાલા અને શૈલેશ રાયકા પણ ત્યાં પહોંચી જતાં ત્રણેય કોર્પોરેટરોએ લિંબાયત ઝોન ઓફિસની બહાર ધરણાં કર્યાં હતાં. જો કે, ઝોનલ ઓફિસર રાજેશ જરીવાલાએ સોમવાર સુધીમાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપતાં લોકોનો રોષ શાંત પડ્યો હતો.

મહિલાઓએ ઝોન પર માટલાં ફોડ્યાં

^ મેં ઝોન ઓફિસરને મુદ્દે 3 દિવસ પહેલાં જાણ કરી હતી, પરંતુ મારી ફરિયાદનો યોગ્ય નિકાલ નહીં કરાતાં મોરચો આવ્યો જેમાં હું પણ સાથે જોડાયો હતો. > અમિતસિંહરાજપૂત, કોર્પોરેટર

મેં 3 દિવસ પહેલાં રજૂઆત કરી હતી

પાણીનાં પાણી મુદે પાલિકાની ઓફિસ પર મોરચો આવવાના બનાવ ભાગ્યે બને છે. કારણ કે જે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય ત્યાં તાકીદે પાણી પૂરું પાડવા ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા છે જ.

પાણી માટે મોરચા ભાગ્યે નીકળે છે

અન્ય સમાચારો પણ છે...