તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2022 સુધીમાં તમામને ઘરનું ઘર: શહેરી વિસ્તારમાં ઘર માટે સરકાર સર્વે કરશે

2022 સુધીમાં તમામને ઘરનું ઘર: શહેરી વિસ્તારમાં ઘર માટે સરકાર સર્વે કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.સુરત

શહેરીવિસ્તારમાં રહેતા તમામ લોકો પાસે ઘરનું ઘર હોય તે માટે 31મી માર્ચ સુધી શહેરના તમામ સિટી સિવિક સેન્ટર પર સર્વેની શરૂઆત કરાશે. સર્વેનાં ફોર્મ 14મી માર્ચથી સિટી સિવિક સેન્ટર પર ભરવામાં આવશે. જ્યારે યોજનામાં કઇ-કઇ બાબતોને આવરી લેવામાં આવી છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે શુક્રવારે બપોરે 3:30 કલાકે મેયર અસ્મિતા શિરોયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર વર્ષ 2022માં તમામ લોકોને આવાસ મળી રહે તેને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકારે મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે. તેમાં રહેલી ખામીઓને સુધારવા માટે સમગ્ર રાજ્યમાં સર્વેની શરૂઆત કરવામાં આવશે. જે માટે લોકો પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે. તેના આધારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાની કઇ-કઇ બાબતોમાં સુધારા કરી શકાય તેના પર ખાસ ભાર મૂકવામાં આવશે. ફોર્મ સિટી સિવિક સેન્ટરમાં ભરવા માટે પાલિકાએ અલગ સ્ટાફની વ્યવસ્થા કરી છે. શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ મંગાવવામાં આવે છે, ડ્રો થાય છે પણ પછી બેંકોમાં લોન પાસ કરાવવા માટે લોકોને નવનેજાં પાણી ઊતરી જાય છે.

સર્વેમાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રખાશે

- પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (પીપીપી)ના ધોરણે આવાસ બનાવવામાં આવે તો લોકોને ફાયદો થાય.

- ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ફાળવવામાં આવનાર આવાસમાં સબસિડી આપવામાં આવે તો લોકોને સસ્તા ઘર મળી રહે.

- ઘર બનાવ્યા હોય તેને રીપેર કરવા માટે લોન યોજના.

- ટેનામેન્ટ રીડેવલમેન્ટ.

- ઝૂંપડપટ્ટી રીહેબિલિટેશન યોજના.

આવાસ યોજના | સિટી સિવિક સેન્ટર પર 14મી માર્ચથી સર્વેના ફોર્મ ભરાશે

સર્વે માટે તમામ સિટી સિવિક સેન્ટર પર અલગથી સ્ટાફની વ્યવસ્થા

આવાસ માટેની ગ્રાંટ મેળવવામાં સરળતા રહેશે

સર્વેનીકાર્યવાહી દરમિયાન શહેરમાં કેટલા લોકોને આવાસની જરૂરિયાત છે અને ભવિષ્યમાં કેટલા આવાસ બનાવી શકાય તેમ છે સહિતની ચોક્કસ વિગતો પાલિકા પાસે આવે તેમ છે. આથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે જ્યારે પણ આવાસ યોજના માટેની ગ્રાંટની માંગણી કરવામાં આવે તો પાલિકાએ કરાવેલા સર્વેનો રિપોર્ટ રજૂ કરી શકાય. સર્વેના આધારે ગ્રાંટની પણ ફાળવણી વધુ કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...