• Gujarati News
  • નિર્માણાધીન મકાનમાં પાણી છાંટી રહેલા વૃદ્ધનું પટકાતા મોત

નિર્માણાધીન મકાનમાં પાણી છાંટી રહેલા વૃદ્ધનું પટકાતા મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિર્માણાધીન મકાનમાં પાણી છાંટી રહેલા વૃદ્ધનું પટકાતા મોત

સુરત |શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા નિરંજન લક્ષ્મણરાવ કડુશ્કર (63) છેલ્લા કેટલાક સમયથી નિવૃત જીવન ગાળતા હતા. રવિવારે પોતાના ઘરે પહેલા માળે બાંધકામ ચાલતું હોવાથી નિરંજનભાઇ નવા બાંધકામ ઉપર પાણી છાંટી રહ્યા હતા. જોકે, સમયે તેમનો પગ એકાએક લપસી જતા તેઓ પહેલા માળેથી નીચે પટકાઈ પડ્યા હતા. દુર્ઘટનામાં તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતાં, જ્યાં ટૂંકી સારવાર અંતે તેમનું મોત નિપજ્યું હતું.