• Gujarati News
  • આજીવન કેદનો કેદી ફર્લો જમ્પ કરી ફરાર

આજીવન કેદનો કેદી ફર્લો જમ્પ કરી ફરાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : હત્યા કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી દીપક મંગાભાઈ મારૂની કોર્ટમાંથી 7થી 20મી જુલાઈ 2015 સુધીની 14 દિવસની ફર્લો રજા મંજૂર થઈ હતી અને તેને જેલમાંથી 14 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો. તેને 21 જુલાઈના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું. જોકે, તે ફર્લો જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો અને જેલમાં મુદત પુરી થવા છતા હાજર થયો હતો.

કેસમાં લાજપોર જેલના જ્યુડીસીયલ જેલર એલ.બી.પરમારે તેના વિરૂધ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેલરની ફરીયાદના આધારે ચોકબજાર પોલીસે તેના વિરૂધ્ધ પ્રિઝનલ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.