તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ શહેરમાં તિરંગા યાત્રા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ શહેરમાં તિરંગા યાત્રા યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરમાંરાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા અલથાણ બ્રેડલાઈનર સર્કલથી અઠવાલાઈન્સ પોલીસ કોમ્યુનિટી હોલ સુધી જશે. દરમિયાન યાત્રામાં જાહેર જનતાને પણ જોડાવવા માટે અનુરોધ કરાયો છે.

તિરંગા યાત્રાના આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. રવિવારે સાંજે 5 વાગ્યે ઉધના મગદલ્લા રોડ બ્રેડલાઈનર સર્કલથી તિરંગા યાત્રા નિકળશે. યાત્રા યુનિવર્સિટી વાય જંકશન, કારગીલ ચોક, એસ.વી.એન.આઈ.ટી રોડ, ટ્રાફિક સર્કલ(ચોપાટી) સર્કિટ હાઉસથી પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે સાંજે ૬.૩૦ વાગે પૂર્ણાહૂતી થશે.

યાત્રામાં રાષ્ટ્રધ્વજ સાથેની જીપની પાછળ પોલીસ બેન્ડ રહેશે. પોલીસ બેન્ડની પાછળ ઓછામાં ઓછા 70 બાઈક ઉપર 140 યુવાનો જોડાશે. તિરંગા સાથેના બાઈક સવારોની પાછળ મોટી સંખ્યામાં સ્થાનિક બાઈક સવારો પણ જોડાઈ શકશે. જેમાં સૌથી આગળની બાઈકો પર પોલીસ જવાનો યુનિફોર્મમાં હશે અને તેની પાછળની બાઈકો પર પોલીસ સ્ટુડન્ટ કેડેટ, એસીસી તેમજ સ્વામી વિવેકાનંદ યુવક અને મહિલા મંડળના સભ્યો જોડાશે અને દેશ ભક્તિનો તથા તિરંગાનો સંદેશ દરેક લોકો સુધી પહોચાડશે

રૂટ અલથાણ નજીકના બ્રેડલાઈનર સર્કલથી નીકળી અઠવાલાઇન્સના પોલીસ કોમ્યુનિટી હોલ સુધી રહેશે

રાષ્ટ્રધ્વજ માટે સન્માનની ભાવના પેદા કરવા આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો