• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવા ઇવીએમથી ચૂંટણી થાય તો પરિણામો બદલાય: પ્રફુલ્લ પટેલ

નવા ઇવીએમથી ચૂંટણી થાય તો પરિણામો બદલાય: પ્રફુલ્લ પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનસીપીના રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલે જાહેર સભામાં ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ સ્વચ્છ ભારતની મોટી વાતો કરે છે. ભારત સ્વચ્છત થવું જોઇએ સારી વાત છે. આટલા વર્ષો અહીં રહીને પહેલા ગુજરાતને તો સ્વચ્છ કરવું હતુ.પછી ભારતને સ્વચ્છ કરવા જવું હતું. 22 વર્ષથી ગુજરાતમાં બીજેપી સરકાર હોવા છતાં ગુજરાતના લોકો કહે કે અમે કંટાળી ગયા, ટેકસટાઇલવાળો રડે, હીરા વાળો રડે, કોઇ પણ ધંધા વાળો ખુશ નથી, આમેય મંદી હતી અને એમા પછી નોટબંધી કરી. તો પછી ભાજપને વોટ કેમ જાય છે. ગુજરાતમાં આવનારી ચૂંટણી નવા ઇવીએમ મશીનથી કરવા સુર્પિમ કોર્ટે 2013માં આદેશ કર્યો હતો. આગામી બધી ચૂંટણી નવી મશીનો તો થવી જોઇએ. બટન દબાવો એટલે કોને વોટ આપ્ચો તેની પરચી નિકળે. 182 વિધાનસભા સીટ અને 250 બૂથ મુજબ ગુજરાતમાં 45 હજાર ઇવીએમ મશીનની જરૂર છે. 45 હજાર મશીન ગુજરાતમાં નવા લાગે તો ચૂંટણીના પરિણામમાં બદલાવ આવે. હાલમાં ગોવામાં નવા મશીન વપરાયેલા ચૂંટણીનું પરિણામ બદલાયું. ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. આજે ખેડૂતોને વર્ષ 2014માં જે ભાવ મળતો હતો તે 2017માં નથી મળતો. શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે ખેડૂતોનો 72000 કરોડની કર્જ માફી કરી હતી. ખેડૂતોને 12 ટકા વ્યાજ લાગતું હતું તે હવે 4 ટકા વ્યાજ લાગે છે. મહારાષ્ટ્રમાં 1 લાખ સુધી 0 ટકા વ્યાજ કર્યું છે. ગુજરાતમાં એનસીપી આવે તો ગુજરાતના ખેડૂતોને 2 લાખ સુધી ઝીરો ટકા વ્યાજ કરીને આપીશું.

કેશુ બાપાના જમાનાથી કલ્પસરની વાતો: પટેલ

પ્રફુલપટેલે જણાવ્યું હતું કે કલ્પસર યોજના કેશુ બાપાના જમાનાથી ચાલે છે. લોકોએ ભૂમિભજનના લાડવા ખાઇ લીધા. હજુ લાડવા હજમ નથી થયા. કેશુભાઇએ વાત કરી પ્રોજેક્ટ બને, નરેન્દ્રભાઇએ ભૂમિભજન કર્યું, જે યોજનાથી 88 લાખ વીઘા જમીનને પાણી મળે, 24 લાખ પડતર ખારી જમીનનું પરિવર્તન થાય, 6 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન, સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર 200 કી.મી અંતર ઓછું થાય. 2 કલાકમાં ભાવનગર અને અમરોલી જઇ શકાય. યોજના ટેકનોલોજીના યુગમાં કેમ બનતી નથી.

સુરતમાં એનસીપીની રેલી અને જાહેર સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...