GST: 40% સુધી ટેક્સ...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
GST: 40% સુધી ટેક્સ...

તેનાપૈસા કેન્દ્ર પાસે આવશે. યુટી જીએસટી ચંડીગઢ, અંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, દાદરા-નગર હવેલી અને દીવ-દમણ માટે હશે. જીએસટી માટે સંસદે એક્સાઇઝ અને કસ્ટમ કાયદામાં સુધારાને પણ મંજૂરી આપવાની છે. વિવિધ સેસ અને સરચાર્જના નિયમ સુધારા દ્વારા ખતમ થશે.નાણા રાજ્યમંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે લોકસભામાં બિલો બુધવારે પાસ થવાની તેમને આશા છે. સરકાર બિલો સંસદના વર્તમાન સત્રમાં પસાર કરાવવા ઇચ્છે છે. સત્ર 12 એપ્રિલ સુધી ચાલશે. કેબિનેટે બિલોને 20 માર્ચે મંજૂરી આપી દીધી હતી. રાજ્યોની વિધાનસભાઓએ જીએસટી બિલને મંજૂરી આપવાની છે. જીએસટી લાગુ થયા બાદ વેટ, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, સરચાર્જ અને સેસ નાબૂદ થઇ જશે.

અમેરિકામાંસુરતના આધેડ...

નરેન્દ્રપટેલ વર્ષ 2005માં અમેરિકા સ્થાયી થયા હતા. ગ્રીનકાર્ડ હોલ્ડર નરેન્દ્રભાઈ પત્ની વીણાબહેન (51), પુત્ર ચિંતન, પુત્રવધૂ પાયલ અને ભાણેજ જીગર પટેલ સાથે અલાબામા રાજ્યના ટસ્કલુસા શહેરમાં રહે છે. નરેન્દ્રભાઈ, વીણાબહેન અને જીગર શહેરના ‘સબવે’ ફૂડ પાર્લરમાં નોકરી કરે છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) જીગરની ડ્યૂટી પૂરી થઈ હતી અને પટેલ દંપતીની ડ્યૂટી શરૂ થઈ હતી. રાત્રે 9.55 વાગ્યે નરેન્દ્રભાઈએ કૅશ કાઉન્ટર સાથે લિંક કરેલું કમ્પ્યૂટર બંધ કર્યું ત્યાં ડ્રગ્સના નશામાં ધૂત એક અશ્વેત પાર્લરમાં આવ્યો હતો અને રિવૉલ્વર બતાવી કૅશ આપી દેવા ધમકી આપી હતી.

નરેન્દ્રભાઈએ કમ્પ્યુટર ચાલુ થવામાં થોડો સમય લાગશે, તેમ કહ્યું હતું પરંતુ અશ્વેત એટલા નશામાં હતો કે તેણે નરેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર એટલો જોશભેર હતો કે ગોળીની કૅપ અને કવર પણ શરીરમાં ઘૂસી ગયાં હતાં અને કરોડરજ્જુથી માત્ર 2 એમએમ દૂર ગોળી અટકી ગઈ હતી. નરેન્દ્રભાઈને ડીસીએચ રિજનલ મેડિકલ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. અમદાવાદ રહેતા જમાઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈને ઇન્ટેસ્ટાઇન, પેન્ક્રિયાઝ અને કીડનીમાં અસર થઈ છે.

ગૌહત્યા સામે...

કરનારને3 થી 7 વર્ષ સુધીની સજા થતી હતી. તાલુકા કક્ષાએ આરોપી જામીન મળી જતા હતા. હવે સરકારે ઓછામાં ઓછી 10 વર્ષથી લઇ જન્મટીપ સુધીની સજા કરવાની જોગવાઇ કરી છે. પહેલા કસાઇઓ વાહનો છોડાવી જતા હતા પરંતુ હવે પછી હવે પછી ગોવંશની હેરાફરી કરનારનું વાહન કોઇ દિવસ છોડવામાં આવશે નહિં. વાહન કાયમ માટે જપ્ત કરી લેવાશે. આવો કાયદો અમલ લાવવા તૈયારી કરી લીધી છે. ઉપરાંત સુરતના સૂચિત સોસાયટીની જમીન પણ પેનલ્ટી ભરીને કાયદેસર કરાશે. જમીન નવી શરતની હોય કે જૂની સરતની કાયદેસર કરી શકાશે. તેમજ હાલમાં ખાનગી સ્કૂલો દ્વારા કરાતો બેફામ ફી વધારા પર કાપ મૂકાશે. વાલીઓ વ્યાજબી ફીએ બાળકોને ભણાવી શકે તે માટે ફી પર નિયંત્રણ લાવવાનો કાયદો બે દિવસમાં કરાશે.

2022સુધીમાં દેશનો એક પણ નાગરિક માલિકાના ઘરથી વંચિત નહીં રહે

ડેપ્યુટીસીએમએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનું સ્વપન છે કે ભારતના 6.15 કરોડ પરિવાર 2022 સુધીમાં પોતાની માલિકીના ઘરથી બાકી નહીં રહે. યોજના માટે સરકારે અબજો રૂપિયા પાલિકા, નગર પાલિકા, મહાપાલિકાઓને આપવાની શરૂઆત કરી છે. આજે અડાજણમાં એલઆઇજી આવાસના ઉદઘાટન વેળાએ આસપાસના મકાનોના ભાવ અંગે અધિકારીઓ પાસે જાણ્યું તો ખબર પડી કે ખાનગી બિલ્ડરના ફલેટ 25 થી 30 લાખની કિંમતના છે. આવા ફલેટ 7 થી 12 લાખમાં ભાજપની સરકારમાં લોકોનો લાખો રૂપિયાની બચત થાય તે માટે આપ્યા છે. ભાજપે હંમેશા પ્રજાની ચિંતા કરી અને સરકારની લાખો મીટર જમીન મફતમાં આપી અને ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવાર માટે મકાન બનાવવામાં આવ્યા.

વિધાનસભાનીચૂંટણીમાં 150થી વધુ સીટ મેળવવાનો ટાર્ગેટ

નીતીનપટેલે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 150થી વધુની સીટ મેળવવાનો ટાર્ગેટ છે.. વિધાનસભાની ચૂંટણીમાં 85 ટકા સીટ ભાજપની આવશે.ગરીબી હટાવો નો નારો કોંગ્રેસનો ઇન્દિરા ગાંધીના જમાનામાં થી આવેલો હતો. પરંતુ કોંગ્રેસ ચુંટણી આવે ત્યારે ગરીબ, લઘુમતિ તથા પછાત વર્ગની વાત કરે. ચૂંટણી પતે એટલે કામ પુર્ણ. કોંગ્રેસે દેશમાં શિક્ષણ વધારાયું, ખેડૂતોને વીજળી આપી. કોઇ દિવસ પ્રજા કે નાના માણસની ચિંતા કરી નથી.

સરકારનીતિજોરીમાં ટેકસ આવે તેમાં સુરતનો મોટો હિસ્સો

ગાંધીનગરગુજરાતનું પાટનગર છે. પરંતુ ગુજરાતના બે શહેર અમદાવાદ અને સુરત રાજ્યના આર્થિક પાટનગર છે. ગુજરાત સરકારની તિજોરીમાં જે ટેકસ આવે તેમાં સુરતનો મોટો હિસ્સો રહ્યો છે. સુરતમાં જેટલા ફલાયઓવર બ્રીજ છે એટલા બ્રીજ દેશના કોઇ શહેરમાં નહીં હોય. વિધાનસભામાં 1.72 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એવું નીતીન પટેલએ સભામાં જણાવ્યું હતું.

સરકારીસ્કીમોમાં...

મામલેચીફ જસ્ટિસ જે. એસ. ખેહરની અધ્યક્ષતાવાળી બેન્ચે આદેશ આપ્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે આધારને પડકારતી અરજીઓ અંગે સુનાવણી માટે 7 જજની બંધારણ બેન્ચ રચવામાં આવશે પરંતુ હાલ તેમ કરવું શક્ય નથી. આધાર અંગે કોર્ટનો અગાઉનો આદેશ સંપૂર્ણ સ્પષ્ટ છે.

સિનિયર એડવોકેટ શ્યામ દીવાને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે સરકાર ઘણી યોજનાઓ માટે આધાર અનિવાર્ય કરી ચૂકી છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. તેમણે તેમની અરજી અંગે જલદી સુનાવણીની માંગ કરી હતી પણ કોર્ટે જલદી સુનાવણીનો ઇનકાર કરી દીધો.

ચીનસહિત...

કંપનીઓનેસુરક્ષા પૂરી પાડવા માટે સરકાર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવા વિચારી રહી છે. સંદર્ભમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય હસ્તકના ડિરેક્ટોરેટ ઑફ એન્ટીડમ્પિંગ એન્ડ અલાઇડ ડ્યુટીઝ (ડીજીએડી)એ જરૂરી પ્રક્રિયાને અંતિમ ઓપ આપી દીધો છે. ડીજીએડીનાં અંતિમ તારણો મુજબ ચીન સહિતના ચાર દેશો દ્વારા નિર્ધારીત કિંમત કરતા ઓછા દરે યાર્નની નિકાસ કરે છે. તેના કારણે ઘરઆંગણાના ઉદ્યોગોને માતબર નુકસાન થાય છે. ડીજીએડીએ ચાર દેશોમાંથી યાર્નની આયાત પર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાની સરકારને ભલામણ કરી છે. ડીજીએડીએ પ્રતિ કિલો 3.44 ડૉલરથી 0.15 ડૉલર સુધીની ડ્યુટીની તરફેણ કરી છે. સામાન્યપણે ડીજીએડીની ભલામણોને નાણાં મંત્રાલય સ્વીકારે છે.

ગુજરાતમાંહીટવેવ...

પારો40 ડિગ્રી પાર કરતાં અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. માથું ફાડી નાખે તેવી કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. હીટવેવની અસરની અમદાવાદમાં વર્ષ 2010 પછી 6 વર્ષ બાદ 27 તારીખે માર્ચ મહિનાનું સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 43.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે ડીસા સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં હીટવેવનું જોર યથાવત્ રહેવાના સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.

ભારતમાં આગામી જૂનથી સપ્ટેમ્બરના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન વરસાદ સરેરાશ કરતાં ઓછો રહેશે એવી આગાહી હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટે કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ ચાલુ વરસે લાંબા ગાળા માટે વરસાદ 95 ટકાએ સામાન્ય કરતાં ઓછો રહેશે. સ્કાયમેટના મતે 96 ટકાથી 106 ટકા વરસાદ હોય તો ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ આગામી 20મી એપ્રિલે તેની ચોમાસાની આગાહી જાહેર કરશે. સ્કાયમેટના મતે ચાલુ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદની સંભાવના 10 ટકા જેટલી છે.

અન્ય સમાચારો પણ છે...