તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારૂકાવાલા કોલેજમાં વસંતોત્સવ ઉજવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતનીવરાછા ખાતે આવેલી ધારુકાવાલા આર્ટસ કોલેજમાં 22 માર્ચ બુધવારના રોજ વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારુકા કોલેજની આર્ટસ વિભાગની વિદ્યાર્થીનીઓ ભાગ લેશે. વસંતોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં યુનિવર્સિટીની આંતરકોલેજ સ્પર્ધામાં વિજેતા થનાર 34 વિદ્યાર્થીનીઓને ટ્રોફી એનાયત કરાશે. ઉપરાંત આર્ટસના થર્ડ યરમાં પ્રથમ ક્રમાંક પર આવનાર વિદ્યાર્થીનીને સ્વામી આત્માનંદ સરસ્વતી એવોર્ડ એનાયત કરવામાં આવશે. પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન બાદ બે કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો