સુરત સમગ્ર ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ

સુરત સમગ્ર ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ હેલ્થ રિપોર્ટર | સુરત ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવા છતા દાન...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2018, 12:00 PM
સુરત સમગ્ર ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ
સુરત સમગ્ર ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ

હેલ્થ રિપોર્ટર | સુરત

ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવા છતા દાન માટે હમેશા અગ્રેસર રહેતું સુરત શહેર અંગદાનમાં પણ આગળ રહ્યું છે. વર્ષ 2017માં અમદાવાદની આઈકેડીઆરસીમાં થયેલા ઓર્ગન ડોનેશનમાંથી 48 ટકાથી વધુ ઓર્ગન સુરત માંથી દાનમાં આપવામાં આવ્યા છે. રાજ્ય માંથી થયેલા 10 હૃદયના દાનમાંથી 9 હૃદય સુરતમાંથી દાન થયા હોવાનુ બહાર આવ્યું છે.

દાન માટે અગ્રેસર સુરત શહેર અંગદાનમાં પણ સમગ્ર રાજ્યમાં અવ્વલ રહ્યું છે. રાજ્યમાં થયેલા અંગદાનમાં ૧ જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં અમદાવાદમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ૧૭૦ કિડની, લિવર અને પેનક્રીઆસ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા તેમાંથી ૮૨ ઓર્ગન એટલે કે ૪૮ ટકાથી વધુ ઓર્ગન સુરત શહેર દ્વારા આપવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત ગત વર્ષે ગુજરાતમાંથી ૧૦ હ્રદયના ડોનેશન થયા હતા તેમાંથી ૯ હૃદયના ડોનેશન સુરત શહેર દ્વાર આપવામાં આવ્યા હતા. ગત વર્ષે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ત્રણ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થયા છે તેમાંથી બે હૃદય સુરત દ્વારા અપાયા હતા. તેમજ મુંબઈની વિવિધ હોસ્પિટલમાં જે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થયા હતા તેમાંથી પાંચ હૃદય સુરત દ્વારા આપવામાં આવ્યા હતા. ઉપરાંત ચેન્નાઈ અને ઇન્દોરમાં પણ એક-એક હ્રદય સુરત દ્વારા આપવામાં આવ્યું હતું.

X
સુરત સમગ્ર ગુજરાતમાં ઓર્ગન ડોનેશનમાં અવ્વલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App