અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું

અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું
અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું

DivyaBhaskar News Network

Mar 16, 2016, 10:48 AM IST
અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું કહેતાં હોય છે કે, ‘એ કવિ બન્યાં કારણ કે શૂન્ય પાલનપુરી એમની સાથે હતાં.’ અમર પાલનપુરી અભિનેતા, ગીતકાર અને ગઝલકાર તરીકે જાણીતા થયા છે. તેઓ ડાયમંડનાં વેપારી છે અને તરન્નુમના બાદશાહ તરીકે ઓળખાય છે. તેમજ પરંપરા પ્રમાણે લખનારા કવિ છે. ‘અમર હમણાં સૂતો છે’ ગઝલ એમની પોપ્યુલર ગઝલ છે.

શૂન્ય પાલનપુરીએ 16 વર્ષની ઉંમરે ગઝલ લખવાની શરૂઆત કરી હતી અને 1938માં સૌ પ્રથમ આખી ગઝલ લખી હતી. તેઓ શિક્ષક, શાયર અને પત્રકાર તરીકે સેવા આપી. તેઓ મુસ્લિમ હોવા છતાં હિંદુ અને સંસ્કૃત શબ્દો અને વિચારશૈલીને કવિતામાં સહેજતાથી વણી લેતાં હતાં. શૂન્ય પાલનપૂરી ફારસી અને ઉર્દુ પણ જાણતાં હતા.

અમર પાલનપુરી તરન્નુમનાં બાદશાહ છે

16 વર્ષમાં શૂન્ય કવિ બની ગયા હતાં

ગુરૂવારે શાયર શૂન્ય પાલનપુરીની

કવિતાઓ સાંભળવા મળશે

સિટી રિપોર્ટર @srt_cbકવિશૂન્ય પાલનપૂરીની પૂણ્યતિથી નિમિતે કવિ મંડળ દ્વારા કાવ્ય પઠનનું આયોજન 17મી માર્ચનાં રોજ કરવામાં આવ્યું છે. કવિ સંમેલનમાં શૂન્ય પાલનપૂરીની જાણીતી રચનાઓનું પઠન અમર પાલનપૂરી દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ કતારગામ વિસ્તારમાં આવેલા હરિકૃષ્ણ કોમ્પ્યુનિટી હોલ ખાતે સાંજે 8.30 કલાકે યોજાશે.

X
અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું
અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી