પાલિકામાં સફાઈ કામદારોની ભારે અછત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : પાલિકામાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાન સામે પડકાર ઊભો થયો છે. 1500 જેટલાં સફાઈ કામદારોની અછતના કારણે સફાઈની હાલની કામગીરી ઉપર ગંભીર અસરો ઊભી થવા માંડી છે. સ્થિતિમાં તાકીદે સફાઈ કામદારોની ભરતી કરવા માટેની વિપક્ષે માગણી કરી છે.

પૂર્વ વિપક્ષના નેતા બાબુ કાપડિયા અને કોર્પોરેટર નિતીન ભરૂચાએ કમિશનર તોરવણેને પાલિકાના સફાઈ કામદારોની સંખ્યાના ચિતાર સાથે એક નિવેદન આપતાં રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી છે, પરંતુ તે દિશામાં આગળ વધવું સુરત પાલિકા માટે મુશ્કેલ દેખાય રહ્યું છે. પાલિકામાં નવા વિસ્તારોની સફાઈની જવાબદારી વધી છે, જેની સામે 1500 સફાઈ કામદારોની ઘટ વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...