• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતની જન્મતિથિ સુરતીઓને એક તાંતણે બાંધી લેશે નક્કી!

સુરતની જન્મતિથિ સુરતીઓને એક તાંતણે બાંધી લેશે નક્કી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હા, સુરતની જન્મતિથિ હોવી જોઇએ. શહેરના ઇતિહાસ કારોની ટીમ બનાવીને દિશામાં વિષયલક્ષી કામ થવું જોઇએ. સુરતનું નામ કેવી રીતે પડ્યુંω જાણીને જો સાયન્ટિફિડ મેથડથી સુરતની જન્મતિથિ શોધી શકાય તો સુરતને મળેલી સૌથી મોટી ગીફ્ટ હશે.

ડો.ચંદ્રેશ જરદોશ

જન્મતિથિને સુરત દિવસ તરીકે પણ ઉજવી શકાય. એક દિવસ એવો હોય જ્યારે મોટા ભાગના સુરતીઓ એકત્ર થઇને સુરત માટે કામ કરે. જો ઇતિહાસમાંથી તિથિ નક્કી કરવું અઘરું થતું હોય તો સુરતમાં ઘટેલી કોઇ ખરાબ કે સારી ઘટનાની તારીખને જન્મતિથિ તરીકે ઉજવી શકાય.

સૌરભ દેસાઇ, ફોટોગ્રાફર

લોકોને એક તાંતણે બાંધવા માટે જન્મ તિથિની ખાસ જરૂરિયાત છે. આજે તો 40 ટકા લોકો બહારથી આવીને સુરતમાં વસ્યા છે.જન્મતિથિ લોકોમાં પણ લાગણી પૈદા કરી શકે. આપણે જે દિવસને તાપી દિવસ તરીકે ઉજવીએ છીએ દિવસને સુરત દિવસ તરીકે ઉજવી શકાય.

ડો. કેતન ભરડવા

એક દિવસ ઉજવવો મને ગમતું નથી. આપણે 365 દિવસ ઉજવવા જોઈએ. જન્મ તારીખ કરતાં પણ સુરતીપણાનું ગૌરવ વધે તે અગત્યનું છે. આપણું હેરિટેજ સચવાય તે પણ જરૂરી છે. માણસની જન્મ તિથી હોય છે, તમે કહો કોઇ શહેરની જન્મતિથિ કઇ રીતે હોય શકે?

રઈશ મનિઆર

હા, જન્મતિથિ હોવી જોઇએ. હવે સુરતમાં ઘણા એવા લોકો છે જેઓ સુરતના ભૂતકાળને લઇને સંશોધન કરી રહ્યાં છે. એમના તથ્ય પરથી પણ કોઇ એક એવો સમય નક્કી કરી શકાય, જે સર્વાનુમતે સુરતની જન્મ તિથિ તરીકે મનાવવામાં આવે અને ઉજવવામાં પણ આવે.

ડો.પ્રશાંત કારિયા

સુરતની જન્મતિથિ ચોક્કસ હોવી જોઇએ. મૂળ સુરતીઓ જેમને સુરતનો ઇતિહાસ ખબર છે. એવા વ્યક્તિઓ પાસેથી આગળનો ઇતિહાસ મળે. આવી રીતે લીંક બનાવીને શરૂઆતનો ઇતિહાસ જાણી શકાય. દિવસ એવી રીતે ઉજવવો જોઇએ.

મીતા વકીલ, પ્રિન્સિપાલ

જન્મ તારીખ હોય હોય તે મહત્વનું નથી. શહેર શું કરે છે, તે સૌથી વધારે અગત્યનું છે. જન્મ તિથિ હોય તો એક દિવસ ઉજવવામાં આવે છે. સુરતના લોકો 365 દિવસ ઉજવે છે. સુરતીઓની સવાર રોજ ઘારી, ખમણ અને ઈડલીથી પડે છે. સુરત શું કરે છે, સુરતીઓ મોજમાં છે વધારે અગત્યનું છે.

કપિલદેવ શુકલ

સુરતની જન્મતિથિω? ગ્રેટ! પચાસ લાખ સુરતીઓ ભેગા થઈને કેક કાપે અને ઉત્સવઘેલા થાય એનાથી વધારે રૂડું બીજું શુંω હોય શકે? પણ શું કોઈપણ શહેરની જન્મતિથિ હોઈ શકે ખરીω? શહેરનો જન્મદિવસ શોધવનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવંુ છે..!!

વિવેક ટેલર

કવિ

પણી બધાંની એક જન્મતારીખ હોય છે, એવી રીતે આપણાં શહેરની પણ એક જન્મતારીખ હોવી જોઇએ. આપણે જે શહેરમાં રહેતા હોઇએ-એ શહેર આપણાં માટે એક વ્યક્તિ બની જાય છે. શહેરની જન્મતારીખ હોય અને બધાં ભેગા મળીને એની ઉજવણી કરે તો કેવી મજા પડે..!! સુરતને સૌભાગ્ય આપવા માટે‘ દિવ્ય ભાસ્કર’ આગળ આવ્યું છે અને શહેરના બુદ્ધિજીવી, અગ્રણીઓ પાસેથી જાણી રહ્યું છે કે ‘શું સુરતની પણ જન્મતિથિ હોવી જોઇએω’

દિવ્ય ભાસ્કરની પહેલ | દરેક શહેર જન્મતિથિ ઉજવે છે, તો સુરતની પણ એક જન્મતિથિ હોવી જોઇએ

સુરત શોધે

અન્ય સમાચારો પણ છે...