• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • યુનિ. બનશે ડિજિટલ : રિચેકિંગના ફોર્મ પણ હવેથી ઓનલાઇન ભરાશે

યુનિ. બનશે ડિજિટલ : રિચેકિંગના ફોર્મ પણ હવેથી ઓનલાઇન ભરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદયુનિવર્સિટી હવે ટૂંક સમયમાં સંપૂર્ણ ડિઝિટલ થવા થઈ રહી છે. જેને લઈ હવે વિદ્યાર્થીએ યુનિવર્સિટીના ધક્કા ખાવા નહી પડશે. જેની જાહેરાત બુધવારે સેનેટ સભામાં કુલપતિ દક્ષેશ ઠાકરે કરી હતી.

વિદ્યાર્થીઓ રિએસએસમેન્ટ, રિચેકિંગ તેમજ અન્ય કોઈ ફોર્મ ભરવા હોય તો તેમણે યુનિ. સુધી દોડવું પડે છે. જેમાં સૌથી ખરાબ હાલતા દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિદ્યાર્થીઓની થતી હોય છે. આવી ફરિયાદ કુલપતિ દક્ષેશ ઠાકરને મળી હતી. દરમિયાન આજે મળેલી સેનેટ સભામાં ફરી મુદ્દો ઊંચકાતાં દક્ષેશ ઠાકરે સેનેટ સભામાં જણાવ્યું હતું કે, યુનિ.ની તમામ પ્રક્રિયા ઓનલાઈન થશે. તમામ ફોર્મો ઓનલાઈન ભરાઈ તેવી વ્યવસ્થા ઉભી કરવા સાથે વિદ્યાર્થી અને યુનિ. વચ્ચે થતા આર્થિક વ્યવહારો પણ નજીકની બેન્કમાંથી સરળતાથી થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરનાર છે. યુનિ.માં આવતા પ્રોફેસરોને લગતા ખર્ચ અને તેમને રહેવા માટે ગેસ્ટ હાઉસની સુવિધા મળે તેવી સુવિધા ઉભી કરનાર છે. યુનિ.માં સ્પોર્ટના વિદ્યાર્થીને રહેવા માટે સ્પોર્ટ કોમ્પલેક્, યુનિ.માં અદ્યતન લાઈબ્રેરી, યુનિ.માં ક્રિકેટ પીચ ઉભી કરવા અને તેની સારસંભાળ માટે રૂષા ગ્રાન્ટ પાસે માંગણી કરનાર છે. સાથે સાથે આર્ટસના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન અને રોજગારી મળે તેવા વિષયો આપવાની વિચારણા કરાઇ રહી છે. નિવૃત કર્મચારીને મળતા લાભ અંગે કમિટી બનાવાની વિચારણાઓ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...