સુરત-મહુવા ટ્રેનનો એક સપ્તાહમાં લાભ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લા અને તેને સંલગ્ન રેલવે લાઇનો બ્રોડગેઇજમા પરિવર્તિત કરવા માટે સરકાર દ્વારા રૂ.2400 કરોડ જેવી માતબર રકમ કેન્દ્રની ભાજપ સરકાર તરફથી મંજુર કરાવ્યા બાદ સાંસદ નારણભાઇ કાછડીયા સહિત રાજયના 12 સાંસદોએ રેલમંત્રીને રજુઆત કરી છે જેને પગલે એક સપ્તાહમા મહુવા સુરત ટ્રેનનો લાભ મળતો થઇ જશે.

અમરેલી જિલ્લાના લોકોની વર્ષો જુની માંગણી સંતોષવા મહુવા સુરત ટ્રેનને દૈનિક ચલાવી મુંબઇ સુધી લંબાવવા બાબતે લોકસભા ગૃહમા તથા રેલવે મંત્રીને અનેકવાર રૂબરૂ મળી રજુઆતો કરાઈ હતી અને ફરી પુન: રાજયના સાંસદો સાથે મળી મહુવા ટ્રેન કે જે અઠવાડીયામા ફકત એક દિવસ ચાલે છે તેને દૈનિક ચલાવવા રજુઆત કરાઈ હતી. જેને પગલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મંત્રાલય દ્વારા એક અઠવાડીયામા કાર્યવાહી પુર્ણ કરી મહુવા સુરત ટ્રેનને મંજુરી આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...