• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દીવાલ કૂદીને યુનિ.ની હોસ્ટેલમાં ઘૂસી જનારા ત્રણ યુવકો પકડાયા

દીવાલ કૂદીને યુનિ.ની હોસ્ટેલમાં ઘૂસી જનારા ત્રણ યુવકો પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમરસ હોસ્ટેલના વિદ્યાથીએ નશામાં પાગલ બની જતા યુનિ.ના કેમ્પસમાં ધમાલ મચાવી સિક્યુરિટી ઓફિસર પર હુમલો કરીને ભાગી ગયો હતો. ઘટના બની તે દિવસે વહેલી સવારે સમરસ હોસ્ટેલમાં વહેલી સવારે ત્રણ યુવકો દીવાલ કૂદીને ઘુસ્યા હતા. જો કે ત્યાં તૈનાત સિક્યુરિટી સ્ટાફે ત્રણેયને પકડી લીધા હતા. જો કે યુવકો મળસકે કયાં કારણોથી આવ્યા અને દીવાલ કૂદીને કેમ દાખલ થયા તમામ પાસાઓની બારીકાઈથી પોલીસે તપાસ કરવાની જરૂર હતી તેને બદલે પોલીસે માત્ર દમ મારીને મામલો સમેટી લેતાં પોલીસ સામે સવાલો ઊભા થયા હતા.

સેનેટમાં સમરસનો મુદ્દો ગાજ્યો

કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે સેનેટસભામાં જણાવ્યું કે સમરસ હોસ્ટેલ પર અંકુશ હોવાથી આવા બનાવો બને છે. અને યુનિ.નું નામ બગડે છે. અંગે રજૂઆત કરીશું.

કંટોલરૂમ દ્વારા કોલ મળ્યો હતો

^પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને કોલ મળતા અમારો સ્ટાફ ત્યાં ગયો હતો. જો કે તે પહેલા સિક્યુરિટી સ્ટાફે ત્રણેય યુવકોને જવા દીધા હતા.

>જી.એ.સરવૈયા-ઉમરા પીઆઈ

જોકે પોલીસે ત્રણેયને માત્ર દમ મારીને છોડી મૂક્યા!

અન્ય સમાચારો પણ છે...