• Gujarati News
  • 400 500 રૂપિયા ફેંકોને 2 કલાકમાં આવકના બોગસ દાખલા તમારા હાથમાં

400-500 રૂપિયા ફેંકોને 2 કલાકમાં આવકના બોગસ દાખલા તમારા હાથમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાલ વ્યાસ | સુરત @Vvshalvyas

અઠવાલાઇન્સજન સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા મેળવવામાં પડતી મુશકેલીને કારણે ટાઉટોને તડાકો પડી ગયો છે. લોકોને પડતી મુશકેલીને કારણે એકાદ બે કલાકમાં આવકના દાખલા બનાવીને લોકોને આપી દેતા હોય છે. આવા બનાવવામાં આવેલા આવકના દાખલા પેટે લોકો પાસેથી ટાઉટો 400થી 500 રૂપિયા વસુલી લે છે. પરંતુ આવકના દાખલાની ખરાઇ કરવામાં આવે ત્યારે આવકના દાખલા બોગસ હોવાનુ બહાર આવ્યુ છે. જે અંગેની ફરિયાદ પણ કલેકટરને કરવામાં આવી છે.

અઠવાલાઇન્સ આદર્શ પછાતવર્ગની સોસાયટીમાં રહેતા ગીતાબેન રંજીતભાઇ પટેલને એલઆઇજી આવાસ માટે મહાનગરપાલિકામાં કરવામાં આવનાર અરજી માટે આવકનો પુરાવો રજુ કરવો પડતો હોય છે. તે માટે સાંસદ દર્શનાબેન જરદોશ પાસેથી આવકનો દાખલો લઇને અઠવાલાઇન્સ જનસુવિધા કેન્દ્ર ખાતે આવકનો દાખલો લેવા માટે જરૂરી પુરાવા રજુ કરવા માટે ગયા હતા. ત્યારે અઠવાલાઇન્સ જનસુવિધા કેન્દ્રની બહાર ઉભેલા ટાઉટે 400 રૂપિયા લઇને બે કલાકમાં આવકનો દાખલો કાઢી આપવાની વાત કરી હતી. જે દાખલો કાઢીને બે કલાકમાં ગીતાબેનને આપી તો દીધો પરંતુ તેમને આપવામાં આવેલા દાખલામાં વિસંગતતા આવતા ગીતાબેન સાંસદ દર્શનાબેન પાસે ગયા હતા. કારણ કે સાંસદે આવકનો દાખલો 1.60 લાખનો કાઢી આપ્યો હતો. જ્યારે ટાઉટે કાઢેલો દાખલો 60 હજારનો કાઢી આપ્યો હતો. અંગેની તપાસ કરતા જનસુવિધા કેન્દ્રના રેકોર્ડ પર આવો દાખલો કાઢી આપ્યો નહીં હોવાનુ બહાર આવ્યું હતું. જેથી ટાઉટે બોગસ આવકનો દાખલો હોવાનું બહાર આવ્યું હતંુ. જે અંગેની ફરીયાદ કલેકટરને કરવામાં આવી છે.

જન સેવાકેન્દ્રની બહાર ટાઉટે કોઈપણ પ્રકારના પુરાવા વગર માત્ર બે કલાકમાં અઠવાલાઇન્સના ગીતાબેનને 400 રૂપિયામાં 60,000 આવક દર્શાવતો દાખલો કાઢી આપ્યો હતો.

સ્ટાફ અને ટાઉટોની મિલીભગત

અઠવાલાઇન્સ જનસુવિધાકેન્દ્રના કેટલોક સ્ટાફ ટાઉટો સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાનું બોગસ આવકના દાખલા પરથી સાબિત થાય છે કારણ કે બોગસ દાખલાની જનસુવિધા કેન્દ્રના રેકોર્ડ પર વિગતો નથી. આવકના દાખલો જનસુવિધા કેન્દ્ર પરથી અપાતા દાખલા જેવો છે. તેમજ તેના પર મામલતદાર, જનસેવા કેન્દ્રનો રબર સ્ટેમ્પ પણ મારેલો છે સાથો સાથ મામલતદારની બોગસ સહી પણ કરવામાં આવી છે.

ગોબાચારી |♠ સાંસદે પુરાવા સહિત કલેકટરને ફરિયાદ કરી

બોગસ આવકનોદાખલો અઠવાલાઇન્સ જનસુવિધા કેન્દ્ર પરથી કાઢી આપ્યો હોવાની જાણ સાંસદ દર્શના જરદોશને થતા તેઓએ સૌથી પહેલા મામલતદારને અંગેની પુછપરછ કરી હતી.તેમાં મામલતદારએ જનસુવિધા કેન્દ્રના રેકોર્ડ તપાસ કરી તો ગીતાબેન પટેલના નામે કોઈ આવકનો દાખલો બન્યો નહીં હોવાનુ જણાવ્યુ હતુ. જેથી દર્શનાબેનએ અંગેના લેખિત પુરાવા સાથેની ફરિયાદ કલેકટરને પણ 15 દિવસ પહેલા કરી છે. ફરિયાદ 15 દિવસ થવા છતાં હજુ સુધી અંગે કોઇ નક્કર કાર્યવાહી કરાઈ નથી.

કૌભાંડ | જનસુવિધા કેન્દ્રની બહાર ખુલ્લેઆમ આવકના દાખલા બનાવતા ટાઉટો