• Gujarati News
  • સિંગણપોરમાં પાંચ દુકાનોના શટર નીચે જેક લગાડી ચોરી

સિંગણપોરમાં પાંચ દુકાનોના શટર નીચે જેક લગાડી ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગણપોરચાર રસ્તા પર ચોરોને પોલીસનો જાણે કોઈ ડર હોય તેમ જેક લઈને આવ્યા અને એક પછી એક એવી પાંચ દુકાનોના શટર ઉંચા કરી રોકડા રૂપિયા તથા એલસીડી મળી કુલ રૂ. 18,855ની ચોરી કરી હતી. ચોરી કરવા આવેલા ત્રણ યુવાનો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ ભાગનગર જિલ્લાના ગઢડા તાલુકાના નાના જીજાવદર ગામના વતની અને સુરતમાં ડભોલી ચાર રસ્તા પાસેની સત્યમ હોમ સોસાયટીમાં રહેતા મનહરભાઈ ઉકાભાઈ રોહિશલિયા સિંગણોપર ચાર રસ્તા પાસે કૃષ્ણજીવન સોસાયટીમાં સજની ફેશનના નામથી બાળકોના રેડીમેઇડ કપડાની દુકાન ધરાવે છે. તા. 1લી જુલાઈની રાત્રે તેઓ તથા બાજુની લક્ષ્મી ખિલોના નામની દુકાન, નીરાલી મેકિંગ સેન્ટર, આઇમાતા સીંગચણા સ્ટોર અને ભક્તિ આઇસક્રીમ દુકાનના માલિકો શટરને તાળા મારી ઘરે ગયા હતા.

મોડીરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા યુવાનો ચોરી કરવાના ઇરાદે વિસ્તારમાં આવી તેમણે એક દુકાનના શટર તોડવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે દુકાનની બહાર સીસીટીવી કેમેરા જોયા એટલે શટર તોડ્યું હતું. ત્યારબાદ બાજુની અન્ય પાંચ દુકાનોના શટર જેક વડે ઊંચા કરી, તોડી તેઓએ પાંચેય દુકાનોમાંથી રોકડા રૂપિયા, કપડાં વગેરેની ચોરી કરી હતી.

કતારગામ પોલીસે મનહરભાઈની ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ એ. એમ. રાઠોડ કરી રહ્યા છે.