તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જૈન શ્વેતાંબર તેરાપંથના નવમા આચાર્ય તુલસીજીનો 19મો મહાપ્રયાણ દિન ઉજવાશે

જૈન શ્વેતાંબર તેરાપંથના નવમા આચાર્ય તુલસીજીનો 19મો મહાપ્રયાણ દિન ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનશ્વેતાંબર સંઘના નવમા સંત આચાર્ય તુલસીજીના 19મા મહાપ્રયાણ દિવસની ઉજવણી રવિવારે શહેરમાં વસતા તેરાપંથી જૈન સમાજ દ્વારા કરવામાં આવશે. ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન અડાજણ ખાતે કરાયું છે.

આચાર્ય તુલસીજીએ 100થી વધુ પુસ્તકો લખ્યા છે. જેની સાથે રાધાકૃષ્ણ સર્વપલ્લી દ્વારા લખવામાં આવેલા ‘લિવિંગ પર્પઝ’ નામના પુસ્તકમાં વિશ્વના 16 મહાન હસ્તીઓમાં તુલસીજીનું નામ શામેલ છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ આચાર્ય તુલસીને યુગપ્રધાન સંત ગણાવ્યા હતા. પૂજ્ય આચાર્ય તુલસીજીનો જન્મ ઇ.સ. 1914માં કારતક સુદ બીજના દિવસે રાજસ્થાનના લાડુન ખાતે થયો હતો. પૂજ્યશ્રીના પરિવારમાં પાંચ ભાઇ અને ત્રણ બહેનો હતી. જેમાં તેઓ સૌથી નાના હતા. નાનપણથી ધર્મ પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા હતી અને સત્સંગ સહિતના કાર્યક્રમોમાં તેમને સવિશેષ રૂચિ હતી.

સંત તુલસી જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે લાડુન ખાતે તેરાપંથ સંઘના આઠમા આચાર્ય શ્રી કાલુગણીનું આગમન થયું હતું. તેમના દિવ્ય પ્રવચન તથા વ્યક્તિત્વને કારણે બાળ તુલસીને મુનિ જીવન જીવવાની ભાવના થઇ અને તેઓએ સંયમ માર્ગ તરફ પ્રયાણ કર્યું હતું. તેઓ 23 જુલાઈ,1997ના રોજ ગંગા શહેર, રાજસ્થાન ખાતે નિર્વાણ પામ્યા હતા. તુલસીજીના નિર્વાણ દિન નિમિત્તે શહેરમાં સાધ્વી સાધનાશ્રીજીના સાંનિધ્યમાં રવિવારે સવારે 9 કલાકે, રામીમાળી સમાજની વાડી, રાંદેર રોડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ તેરાપંથી જૈન સમાજના શ્રાવકોને જોડાવવા માટે આમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...