• Gujarati News
  • બોગસ સહી કરી ઠગવાના કેસમાં પાંચાણીની ધરપકડ

બોગસ સહી કરી ઠગવાના કેસમાં પાંચાણીની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેરમાંજમીનનો હેતુફેર કરવા માટે ખેડુતના પાવરદારે એક વર્ષ અગાઉ મૃત્યુ પામેલા ખેડુતની બોગસ સહી કરીને બોગસ પાવર ઓફ એટર્ની કલેક્ટર કચેરીમાં રજુ કરવાના પ્રકરણમાં કુખ્યાત અશોક પાંચાણીની સંડોવણી બહાર આવતા રાંદેર પોલીસે તેની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

રાંદેરના ભેસાણગામ ખાતે આવેલી સંયુક્ત માલીકીની જમીનનો હેતુફેર કરવા જમીનના સંયુક્ત માલીકોએ ટેકરા ફળીયા ખાતે રહેતા રમેશભાઈ પટેલને પાવર ઓફ એટર્ની આપી હતી. જેમાં માલીકો પૈકીના તેમના ભાઈ ધનસુખભાઈ પટેલનું તા.10-12-2010ના રોજ નિધન થયુ હતું. જોકે તેમ છતા પાવરદાર રમેશભાઈએ તેમની બોગસ સહી કરીને તૈયાર કરેલો બોગસ પાવર ઓફ એટર્ની હેતુફેર માટે કલેક્ટર કચેરીમાં રજુ કરી દીધો હતો.

કલેકટર કચેરીની તપાસમાં ભોપાળું બહાર આવતા આખરે સર્કલ ઈન્સપેકટર રાજેશકુમાર પટેલે રાંદેર પોલીસમાં પાવરદાર રમેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરતા અમીત કપાસીયા હત્યા કેસના આરોપી અશોક પાંચાણીની ભુમીકા બહાર આવી હતી. જેથી રાંદેર પોલીસે પાંચાણીની જેલમાંથી ટ્રાંસફર વોરંટથી ધરપકડ કરી હતી.