ટ્રેનોના કેન્સલેશન મુદ્દે જીએમ અને ડીઆરએમને રજૂઆત
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર.સુરત
ઇટારસીમાંસિગ્નલના કંટ્રોલ ટાવરમાં આગ લાગવાથી ટ્રેન વ્યવહારને અસર થઇ છે. સૌથી વધુ સુરતની ટ્રેનો અને સુરતના પ્રવાસીઓને થઇ રહી છે. છેલ્લા પખવાડિયાથી સુરતથી ઉત્તર પ્રદેશ-બિહાર તરફ જતી ટ્રેનો રદ્દ કરાઇ હોવાથી સુરતના પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 6 તારીખ સુધી ટ્રેનો રદ્દ કરાઇ છે. ગુરુવારે ડીઆરયુસીસી મેમ્બર રાકેશ શાહે બાબતે પશ્ચિમ રેલવેના જીએમ સુનિલ કુમાર સુદ અને ડીઆરએમ શૈલેન્દ્રકુમારને રજુઆત કરીને ટ્રેનો રેગ્યુલર કરવા અથવા વૈકલ્પિક રૂટથી દોડાવવાની માંગણી કરી છે.