- Gujarati News
- ટક્સટાઇલ માર્કેટમાંથી વધુ 10 બાળ મજૂરોને મુક્ત કરાવાયા
ટક્સટાઇલ માર્કેટમાંથી વધુ 10 બાળ મજૂરોને મુક્ત કરાવાયા
એકતરફ ટેક્સટાઇલ માર્કેટમાં મોટા વેપારીઓ અને ફોસ્ટા દ્વારા બાળ મજૂર નાબૂદી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે તાપસ હાથ ધરી રઘુકુળ માર્કેટ અને અરિહંત માર્કેટમાંથી કુલ 10 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા.
સરકાર ઇચ્છે કે દેશનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહે અને ઉંમરમાં શાળાએ જાય પરંતુ શહેરમાં ઉત્તરોત્તર બાળમજૂરો રાખવાના ગુના નોંધાઈ રહ્યા છે. રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટો સહિતની અન્ય માર્કેટોમાં મોટી સંખ્યામાં બાળમજૂરો દ્વારા વિવિધ પ્રકારના કામો કરાવવામાં આવતા હોવાની ફરિયાદો સરકારી શ્રમ વિભાગના અધિકારીઓને મળતી રહે છે.મદદનીશ શ્રમ આયુક્ત આશિષ ગાંધી અને સરકારી શ્રમ અધિકારી વિનોદ બી.વૈધની ટીમ દ્વારા બુધવારે ટેક્સટાઇલ માર્કેટોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.ચકાસણી દરમિયાન રઘુકુળ માર્કેટમાંથી કેલીબર ફેશન-1, ઉમા ટેક્ષો ફેબ-1, શિવ મહિલા સાડી-1, મહેન્દ્ર જૈનની દુકાન નંબર 1016માંથી 1 મળી કુલ 4 બાળ મજૂરો મળી આવ્યા હતા.ત્યાર બાદ અરિહંત માર્કેટમાંથી ગરલાપતિ વિજયકુમાર રાધાકૃષ્ણ મુર્તિની દુકાન નંબર 221માંથી 6 બાળ મજૂરોને લેબર ડિપાર્ટમેન્ટે છોડાવ્યા હતા.