સુરતમાં 100 જાવા અને 70 બોબી રાજદૂત છે :

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં 100 જાવા અને 70 બોબી રાજદૂત છે :

જા વાબાઈક્સ ગ્રુપના ફાઉન્ડર દિપક સોલંકી કહે છે કે ‘સુરતમાં પહેલા કરતા હાલમાં ક્લાસિક અને વિન્ટેજ બાઈક રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે. હાલ સુરતમાં 10થી વધુ ક્લાસિક અને વિન્ટેજ બાઈક્સના ગ્રુપ છે, જેમાં ‘વિન્ટેજ’, ‘ક્લાસિક’, ‘જાવાગ્રુપ’, ‘બોબી બોયઝ’, ‘બુલેટ બટાલિયન’ જેવા ગ્રુપ પોપ્યુલર છે. હાલમાં બધા ગ્રુપ મ‌ળીને 500થી વધુ વિન્ટેજ અને ક્લાસિક બાઈક સુરતીઓ પાસે છે. છેલ્લા એક વર્ષમાં 150 બાઈકનો ઉમેરો થયો છે. આવી બાઈક અને એના સ્પેરપાર્ટ્સ સરળતાથી મળતા નથી જેથી સુરતીઓ ગુજરાત અને ગુજરાત બહારથી પણ બાઈક ઓનરને શોધીને બાઈક ખરીદે છે. બાઇકની કિંમત 1 લાખથી લઈ 10 લાખ સુધીની હોય છે. વેચનાર ઇચ્છે તો એની કિંમત વધારી પણ શકે છે. આવી બાઇકની કિંમત વધારે આવતી હોવાને કારણે સુરતીઓ એને ઇન્વેસ્ટમેન્ટ ગણે છે.

સુરતમાં 10થી વધુ ક્લાસિક અને વિન્ટેજ બાઈક્સના ગ્રુપ છે

નોર્ટન 12, ટ્રમ્ફ 5 થી 6, બીએસએ 20, જાવા 100, બોબી રાજદુત 70, લેમ્બ્રેટા સ્કુટર 25, પ્રિયા સ્કુટર 40, પોલેન્ડ રાજદુત 150, યઝદી 50.

40 વર્ષ જૂના બાઇક નો સમાવેશ વિન્ટેજ કેટેગરીમાં થાય છે

}ક્લાસિક બાઈક્સ અને વિન્ટેજ બાઈક્સમાં શું ફર્ક હોય :

જેબાઈકનું મોડલ 30 વર્ષથી વધુ જુનું હોય, બાઈક વર્કીંગ કન્ડીશનમાં હોય, એવી બાઈકને ક્લાસિક બાઈક મનાય છે, જ્યારે જે બાઈક 40 વર્ષ જૂના હોય તેમજ જેનું મેન્યુફેક્ચરીંગ કંપનીએ બંધ કરી દીધું હોય એવી બાઈકને વિન્ટેજ બાઈકની કેટેગરીમાં રાખવામાં આવે છે.

VINTAGE BIke trand

િસટી રીપોર્ટર } ‘સ્પોર્ટ્સ બાઇક થ્રીલ આપે છે, પણ ક્લાસિક અને વિન્ટેજ બાઇક થ્રીલ નહીં ફીલ આપે છે. કોઇ માટે ક્લાસિક કે વિન્ટેજ બાઇક વારસો છે તો કોઇ માટે જીવ..! એક અલગ અનુભૂતિને કારણે આજે 500થી વધુ વિન્ટેજ અને ક્લાસિક બાઇક સુરતના રસ્તા પર ફરી રહી છે.’ વિન્ટેજ અને ક્લાસિક બાઇક વિશે જાવા ગ્રુપના ફાઉન્ડર મેમ્બર દિપક સોલંકીનું કંઇક આવું માનવું છે.સિટી યંગસ્ટર્સ માટે ક્લાસીક લાઈફનું સ્ટેટમેન્ટ બની ગઈ છે. સિટીમાં સ્પોર્ટસ બાઇક ગ્રુપની સાથે ક્લાસિક અને વિન્ટેજ બાઇક્સના નવા ગ્રુપ પણ બની રહ્યા છે. સિટી ભાસ્કરે જાવા બાઇક ગ્રુપ અને ક્લાસિક ગ્રુપના મેમ્બર સાથે વાત કરીને ક્લાસિક અને વિન્ટેજ બાઇકના ટ્રેન્ડ વિશે જાણ્યું.

‘વિન્ટેજ’, ‘ક્લાસિક’, ‘જાવાગ્રુપ’, ‘બોબી બોયઝ’, ‘બુલેટ બટાલિયન’ જેવા ગ્રુપ સિટીમાં એક્ટિવ છે. હાલમાં 500 યંગસ્ટર્સ પાસે ક્લાસિક-વિન્ટેજ બાઇક છે

નોર્ટન, બીએસએ, જાવા, બોબી રાજદૂત જેવા વિન્ટેજ અને ક્લાસિક બાઇક ચલાવવાનો ક્રેઝ યંગસ્ટર્સમાં વધી રહ્યો છે

લાઇફને ક્લાસિક ટચ આપવા બાઇક પણ ક્લાસિક

અન્ય સમાચારો પણ છે...