તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ઉપશાસનાધિકારીએ 36 લાખ રૂપિયાની બોગસ પહોંચ બનાવી ખેલ પાડ્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપશાસનાધિકારીએ 36 લાખ રૂપિયાની બોગસ પહોંચ બનાવી ખેલ પાડ્યો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણસમિતિમાં 1999-2000માં ચર્ચાસ્પદ બનેલા ગણવેશ સિલાઈ કૌભાંડમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. તત્કાલિન ઇનચાર્જ શાસનાધિકારી શંકર પટેલે ગણવેશની સિલાઈ પેટે એક પણ રૂપિયો નહીં આપ્યો હોવા છતાં ગણદેવી તાલુકા મહિલા સહકારી મંડળીની 36 લાખની બોગસ પહોંચ પણ બનાવી હતી, જેના પર મંડળીના મંત્રીની બોગસ સહી કરી સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હતો.

ધો. 1થી 7માં ભણતા બક્ષીપંચ, લઘુમતિ, આર્થિક પછાત જાતિના કુમાર તથા કન્યાઓને બે જોડી ગણવેશનું કાપડ અને સિલાઈના રૂા.40 રોકડા ચૂકવવાનો પરિપત્ર હતો. જો કે, કૌભાંડી ઉપશાસનાધિકારી શંકર પટેલે સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરીને તૈયાર ગણવેશ બાળકોને આપી દીધા હતા. જ્યારે સિલાઈના રૂા.36 લાખ ગણદેવી તાલુકા મહિલા સહકારી મંડળી લિમિટેડને આપ્યા હોવાની બોગસ પહોંચ બનાવી રૂા.36 લાખ ઉસેટી લીધા હતા. પહોંચ ઉપર મંડળીના મંત્રીની પણ બોગસ સહી કરવામાં આવી હતી તેમજ ચીટર શંકર પટેલે 90 હજાર બાળકોના બે જોડી કાપડ સિલાઈ કરવા માટે મંડળીને કામ આપ્યું હોવાનો બોગસ પત્ર તૈયાર કર્યો હતો. પત્ર મંડળીને મળ્યો હોવાનું સાબિત કરવા કૌભાંડી શંકરએ પત્ર પર મંડળીનો ખોટો સિક્કો મારીને અહીં પણ મંડળીના મંત્રીની બોગસ સહી કરી દીધી હતી. ત્યારબાદ કેન્દ્ર શાળાઓમાં આચાર્યો પાસેથી સિલાઈના રૂપિયા મળ્યા હોવાની બોગસ પહોંચ લેવા નિકળી પડ્યા હતા. જો કે કેન્દ્ર શાળાના આચાર્યો તથા શિક્ષકોએ વિરોધ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

કૌભાંડમાં શંકર પટેલના ઇશારે પહોંચ પર સહી કરવા ગયેલા ક્લાર્ક સહિત 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા, પરંતુ શંકર પટેલને આજદિન સુધી કેમ બચાવવામાં આવ્યાω? કૌભાંડનો 8 મહિના અગાઉ રિપોર્ટ આવ્યો છતાં શંકર સામે ઉચાપતનો ગુનો દાખલ કેમ નહીં કરાયોω? કેમ ગરીબ બાળકોના ગણવેશ સિલાઈના રૂપિયા ઉસેટી લેનાર શંકર પટેલને ભાજપ શાસકો છાવરી રહ્યા છેω? કૌભાંડ બાદ શંકર પટેલ પાસેથી ઇનચાર્જ શાસનાધિકારીનો હોદ્દો પણ છીનવી લેવાયો હતો. સમગ્ર કૌભાંડમાં મ્યુ. કમિશનર નિષ્પક્ષ તપાસ કરે તો શંકર પટેલ જેલના સળિયા ગણે એમ છે.

શંકર પટેલને કેમ છાવરવામાં આવે છેω?

ગણદેવી મંડળીના મંત્રીની પણ બનાવટી સહી કરાઈ હતી

શિક્ષણ સમિતિના ગણવેશ સિલાઈ કૌભાંડમાં નવો ફણગો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો